Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૫. બત્રીશીઓના પરિચય
૧૮૩
કેર એટલે કે અશ્વદ્યેાષ અને સિદ્ધસેન અને શ્રમધર્માંમાં પ્રતિષ્ઠિત એકમાત્ર ત્યાગાશ્રમના અનુગામી હાવાથી એમનું એ ચિત્ર વૈરાગ્ય અને ગૃહત્યાગ સાથે બંધ બેસે તેવું હોઈ, તેમાં બુદ્ધ અને મહાવીરના ગૃહત્યાગથી ખિન્ન અને નિરાશ થયેલ સ્ત્રીઓની શાકનિત ચેષ્ટાઓનું સૂચન છે.
વસ ́તતિલકા છંદવાળી બીજી ખત્રીશી વાંચતાં જ ભક્તામર અને કલ્યાણમંદિરનું સ્મરણ થઈ જાય છે. એમાં શબ્દવિન્યાસ, શૈલી, પ્રસાદગુણુ અને કલ્પનાનું કેટલુંક ૧૯સામ્ય હોવા છતાં એક તફાવત ધ્યાનમાં આવે છે; અને તે એ છે કે, એ બત્રીશીમાં સિદ્ધસેનના સહજ તત્ત્વજ્ઞાનની ઊમિ`એ દેખા દે ૨૦છે; ત્યારે ભક્તામર અને કલ્યાણુમ ંદિરમાં કયાંયે તત્ત્વજ્ઞાનના ઉન્મેષ જ નથી. કલ્યાણુમંદિર સિદ્ધસેનની કૃતિ હોત, તે તેમાં તેનું સજ તત્ત્વજ્ઞાન એકાદ વાર તા આવ્યા વિના ન જ રહેત, એમ કહેવાનું મન થઈ જાય છે.
ત્રીજી ત્રીશીના આરંભમાં પુરુષોત્તમત્વની જે ભાવના મહાવીરમાં આરેાપાઈ છે, તે ગીતા (અ૦ ૧૫) માંના પુરુષોત્તમના અને યાગ સૂત્ર (૧, ૨૪) માંના પુરુષવિશેષના નને આભારી હોય એવી
કલ્પના થાય છે.
વૈતાલીય છંદમાં ચેથી સ્તુતિ વાંચીએ છીએ, ત્યારે વિષયભેદ છતાં રાખ્તબધ અને રણકારની સમાનતાને લીધે કાલીદાસના (કુમારસંભવ સ` ૪) રતિવિલાપ અને ( રઘુવંશ સ૮) અવિલાપનું તથા અશ્વશ્રેષવણુિ ત ( સૌંદરનંદ સગ ૮ ) નંદના શ્રીવિધાતનુ સ્મરણુ થયા વિના રહેતું નથી.
૧૯, સરખાવા ખચિત્ર મિત્ર ૨, ૮; ભક્તામર ૧૫; કલ્યાણમ′૦ ૨૦. અ॰ ક્ષગેન ૨, ૨૩; કલ્યાણમં બ્લેક ૧૧, ૧૫.
શૈલી માટે ખ૦ ૨, ૧૫; ભક્તામાર ૨૯; કલ્યાણ્ મ`૦ ૭.
કલ્પના માટે મ૦ ૨૭ ૨૮–૨૯; ભ૦ ૧૭–૧૮-૧૯,
૨૦. ખ૦ ૨, ૧૯, ૨૨, ૨૫, ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org