Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨૦૨
સન્મતિ પ્રકરણ કયા પ્રકારનું વાક્ય કયાં નયને વિષય હોઈ શકે. જેમાં કોઈ પણ જાતને વિશેષ, પરિમિતતા, ખંડ કે વિભાગ નથી, એવું સત્તા સામાન્ય તે જ મહાવ્યાપક સામાન્ય છે. તેવા સામાન્ય અગર તેના વિચારનું પ્રતિપાદક જે “અસ્તિ” કે તેના જેવાં “સત” ઈત્યાદિ વચને છે, તે બધાં દ્રવ્યાર્થિક નયનાં વચને સમજવાં. એ સિવાયનાં જીવ, અજીવ, મુકત, સંસારી, પરમાણુ, સ્કંધ, ગુણ આદિ બીજાં જે વચન છે, તે બધાં કેઈ ને કોઈ પ્રકારનાં મર્યાદિત સામાન્યનાં જ બેધક હોવાથી, તેમના અર્થમાં વિશેષનો, વિભાગને, ખંડને કે ભેદને સ્પર્શ આવી જ જાય છે. તેથી તેઓ માત્ર વ્યાસ્તિકનયાવલંબી ન કહેવાતાં દ્રવ્યારિતક પર્યાયાસ્તિક ઉભયનયાવલંબી છે. કારણ કે તેમના પ્રતિપાદ્ય વત્વ આદિ અર્થ અમુક રીતે સામાન્ય હોવા છતાં પણ પિતા કરતાં વિસ્તૃત સામાન્યને એક વિભાગ જ છે. • અહીં એક વાત સમજી લેવી ઘટે કે “અસ્તિ' વગેરે મહાવ્યાપક સામાન્યવાચી વચને માત્ર દ્રવ્યાસ્તિકનયાવલંબી છે; તેમ કોઈનું પણ સામાન્ય ન બની શકે એવા છેલ્લા અવિભાજ્ય વિશેષનું વાચક વચન પણ માત્ર પર્યાયાસ્તિકનયાવલંબી છે. મધ્યવતી બધાં જ વચને સામાન્યરૂપ વિશેષનાં પ્રતિપાદક હોવાથી ઉભયનયાશ્રિત છે. [૭].
એક નયના વિષયમાં બીજા નયના પ્રવેશનું સ્વરૂપ – पज्जवणयवोक्कतं वत्थु दव्वट्टियस्स वयणिज्जं। . जाव दविओवओगो अपच्छिमवियप्पनिव्वयणो।।८।।
જેની પછી વિકલ્પજ્ઞાન અને વચનવ્યવહાર નથી એ અર્થાત્ છેલ્લામાં છેલ્લે દ્રવ્યઉપયોગ – સામાન્ય બાધ જ્યાં સુધી પ્રવર્તે છે, ત્યાં સુધીની વસ્તુ દ્રવ્યાસ્તિક નયની વાચ્ય છે; અને તે પર્યાયાસ્તિક નય વડે આક્રાંત છે. [૮]
જેમાં પર્યાયાસ્તિક નયને પ્રવેશ સંભવે છે એવી વ્યાસ્તિક નયના વિષયની મર્યાદા અહીં બતાવવામાં આવી છે. જ્યાં જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org