Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પ્રથમ કાંડ : ૭ પણ પ્રથમ રાજા હતા, તે દ્રવ્યરાજા; અને જે હમણાં રાજપદ અનુભવતે હોય, તે ભાવરાજા. રાજા શબ્દાર્થના આ ચાર નિક્ષેપ થયા.
તેમાં પહેલા ત્રણ નિક્ષેપોમાં કઈને કઈ જાતને અભેદ – દ્રવ્ય હેવાથી તે ત્રણે દ્રવ્યાસ્તિક નયના વિષય મનાય છે; અને ભાવનિક્ષેપમાં ભેદ – પર્યાય હોવાથી તે પયયાસ્તિક નયને વિષય મનાય છે. જેનું, નામ રાજા હોય, તે વ્યક્તિને જોઈ લો કે તેના નામ સાથે તેને અભેદ કરી કહે છે કે, “એ રાજ છે'; તે જ રીતે ચિત્ર જોઈ તેની સાથે. અસલી રાજાને અભેદ કરી લેકે ચિત્રને ઉદ્દેશી બોલે છે કે, “આ રાજા છે'; એ જ પ્રમાણે વર્તમાનમાં રાજા ન હોવા છતાં ભૂત અને. ભાવિને વર્તમાન સાથે અભેદ કરી લોકે ભૂત અને ભાવી રાજાને જેઈ કહે છે કે, “આ રાજા છે. આ ત્રણે સ્થળે અભેદને વિચાર પ્રધાન છે; પણ ભાવનિક્ષેપમાં તેમ નથી. એમાં તે વર્તમાનમાં રાજપદને અનુભવ કરવાની વિશેષતાને લીધે ભેદ જ મુખ્ય છે. તેથી ચાર નિક્ષેપમાં ઉપર પ્રમાણે નયનેક વિભાગ કરવામાં આવ્યો છે. [૬]
બને નયને વિષય એકમેકથી જુદો નથી જ એવી ચર્ચાનો ઉપક્રમ. વચનપ્રકામાં નયાજના — *
पज्जवणिस्सामण्णं वयणं दवट्ठियस्स ‘अत्थि' त्ति। अवसेसो वयणविही पज्जवभयणा सपडिवक्खो ।। ७ ।।
પર્યાય- વિશેષથી તદ્દન મુક્ત એવા સામાન્યનું પ્રતિપાદક જે અસ્તિત્વ છે એવું વચન, તે દ્રવ્યાસ્તિક નયનું અર્થાત્ તે નયને આશ્રિત છે. બાકીના બધા વચનપ્રકારો પર્યાયને સ્પર્શ કરતા હોવાથી પ્રતિપક્ષસહિત અર્થાત્ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બન્ને નયને આશ્રિત છે. [૭] - સંગ્રહ અને વિશેષ રૂપે બે પ્રસ્તારમાં વહેચી નાંખેલ શાસ્ત્રીય અને લૌકિક વાક્યોમાં નય ઉતારી એમ બતાવવામાં આવ્યું છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org