Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
२०४
સન્મતિ પ્રકરણ સંબંધ નથી; તે સંભવ દૂર કરી વસ્તુસ્થિતિ અહીં સ્પષ્ટ કરી છે. ખરી રીતે કોઈ સામાન્ય વિશેષ વિનાનું અને કેઈ વિશેષ સામાન્ય વિનાનું હોતું જ નથી, પરંતુ એક જ વસ્તુ કેઈ અપેક્ષાએ સામાન્ય તો બીજી અપેક્ષાએ વિશેષ રૂપ હોય છે. તેથી દ્રવ્યારિતક નયને વિષય પર્યાયાસ્તિક નયના વિષયસ્પર્શથી અને પર્યાયાસ્તિક નયને વિષય દ્રવ્યાસ્તિક નયના વિષયસ્પર્શથી મુક્ત ન જ હોઈ શકે. એવી વસ્તુ સ્થિતિ હોવા છતાં બે નયને જે ભેદ કરવામાં આવે છે, તેનું તાત્પર્ય વિષયના ગૌણપ્રધાન ભાવમાં જ છે. જ્યારે વિશેષ રૂપને ગૌણ રાખી મુખ્યપણે સામાન્ય રૂપને અવલંબીને દૃષ્ટિ પ્રવર્તે, ત્યારે તે દ્રવ્યાસ્તિક; અને જ્યારે સામાન્ય રૂપને ગૌણ કરી વિશેષ રૂપને મુખ્યપણે ગ્રહણ કરી દૃષ્ટિ પ્રવર્તે, ત્યારે તે પર્યાયાસ્તિક એમ સમજવું. [૯]
બંને નયે એક બીજાના વિષયને કેવી રીતે જુએ છે તેનું કથન – दव्वट्ठियवत्तव्वं अवत्थु णियमेण पज्जवणयस्स। तह पज्जववत्थु अवत्थुमेव दव्वट्ठियनयस्स ॥ १० ॥
દ્રાસ્તિકનું વક્તવ્ય પર્યાયાસ્તિકની દૃષ્ટિમાં નિયમથી અવસ્તુ છે, તેવી રીતે પર્યાયાસ્તિકનું વક્તવ્ય વસ્તુ દ્રવ્યાતિકની દૃષ્ટિમાં આવતુ જ છે. [૧]
વિવક્ષાથી બંને નયના વિષયને જે ભેદ કહેવામાં આવ્યો છે, તેનું સ્પષ્ટીકરણ અહીં છે. દ્રવ્યાસ્તિક નય વસ્તુને માત્ર સામાન્ય રૂપે જુએ છે, ત્યારે પર્યાયાસ્તિક નય એ જ વસ્તુને માત્ર વિશેષ રૂપે જુએ છે. આથી એક નયનું વક્તવ્ય સ્વરૂપ બીજા નયની દૃષ્ટિમાં અવસ્તુ છે. એ જ એક વિષયમાં પ્રવર્તમાન બંને નેને અને તેમના પ્રતિપાઘ અંશને ભેદ છે. [૧૦]
બંને ન એક જ વસ્તુનાં કેવાં કેવાં ભિન્ન રૂપને સ્પર્શે છે તેનું કથન –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org