Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પ્રથમ કાંડ : ૯
૨૦૩ સામાન્યબુદ્ધિ થાય, તે બધા દ્રવ્યાસ્તિકના વિષય છે. ઉપન્ય વિશેષથી માંડી અનુક્રમે ચડતાં ચડતાં સર્વવ્યાપક સત્તા – સામાન્ય સુધી સામાન્ય ઉપયોગ થતો હોવાથી, તે બધો વિષય વ્યાસ્તિકનું વક્તવ્ય છે. અને એ જ બધા વિષય પર્યાયાક્રાંત હવાથી પર્યાયાસ્તિક નયનો પણ ગ્રાહ્ય બને છે. અર્થાત અંતિમ વિશેષ સિવાયની બધી વસ્તુઓ વ્યાસ્તિકનું વક્તવ્ય છે. કારણ કે તે બધામાં સામાન્ય ઉપયોગ પ્રવર્તે છે; તે છતાં એ બધી વસ્તુઓ વિષે પર્યાય નયની પણ ગતિ છે. કારણ કે, દ્રવ્યાસ્તિક નયે જે જે વસ્તુને સામાન્યરૂપે જાણી હોય, તે જ વસ્તુને પર્યાયાસ્તિક નય વિશેષરૂપે જાણતો હોવાથી, દ્રવ્યાસ્તિકને બધો વિષય પર્યાયાસ્તિકને વિષય બને છે જ. પરંતુ પર્યાયાસ્તિક નયની બાબતમાં એમ નથી; કારણ કે બીજા બધા વિષયોમાં ઉભય નયની પ્રવૃત્તિ હેવા છતાં એક વિષય એવો છે કે જ્યાં ફક્ત પર્યાય નય પ્રવર્તે છે. તે વિષય એટલે અંતિમ વિશેષ. અંતિમ વિશેષમાં સામાન્ય ઉપગ ન
જ સંભવે, પણ પર્યાયબુદ્ધિ તે થાય જ. તેથી અંતિમ વિશેષ સિવાયના બધા વિષય ઉભયનયસાધારણ છે. [૮]
બને નયના વિષયના મિશ્રિતપણાની ચર્ચાને ઉપસંહાર– दव्वढिओ त्ति तम्हा नत्थि णओ नियम सुद्धजाईओ। ण य पज्जवढिओ णाम कोइ भयणाय उ विसेसो।।६।।
તેથી દ્રવ્યાસ્તિક નય નિયમે કરી વિશુદ્ધ જાતીય અર્થાત્ વિરોધી નયના વિષયસ્પર્શથી મુક્ત નથી જ, તે જ રીતે કોઈ પર્યાયાસ્તિક નય પણ વિશુદ્ધ જાતીય નથી. વિવક્ષાને લીધે જ બનેને ભેદ છે. [૧]
કવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એવા નયના બે ભાગ પાડવાથી અને તેમને સામાન્ય તથા વિશેષ રૂપે વિષયવિવેક કરવાથી એમ જણાવાને સંભવ છે કે, ઉક્ત બે નયે અને તેમના વિષયોને કશે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org