Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પ્રથમ કાંડ : ૧૧ उप (प्प)ज्जति वियंति य भावा नियमेण पज्जवणयस्स। दव्वट्ठियस्स सव्वं सया अणुप्पन्नमविणळें ।। ११ ।।
પર્યાયાસ્તિકની દ્રષ્ટિમાં બધા પદાર્થો નિયમથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. દ્રવ્યાસ્તિકની દ્રષ્ટિમાં બધી વસ્તુ હમેશને માટે ઉત્પત્તિ અને નાશ વિનાની જ છે. [૧૧]
એક નય વસ્તુના સ્થિર રૂપને ગ્રાહક છે; ત્યારે બીજો તેના અસ્થિર રૂપને ગ્રાહક છે. [૧૧].
સત્ – સંપૂર્ણ વસ્તુનું લક્ષણ – दव्वं पज्जवविउयं दव्वविउत्ता य पज्जवा णत्थि। .. उप्पाय-ट्ठिइ-भंगा हंदि दवियलक्खणं एयं ।। १२ ।।
દ્રવ્ય એ ઉત્પાદ, નાશ એવા પર્યાય વિનાનું નથી; અને પર્યાય એ દ્રવ્ય-ધવાંશ વિનાના નથી. કારણ કે ઉત્પાદ, નાશ અને સ્થિતિ એ ત્રણે દ્રવ્ય - સતનું લક્ષણ છે. [૧૨]
લક્ષણ દ્વારા વસ્તુનું યથાર્થ પૂર્ણ રૂપ અહીં બતાવ્યું છે. કેઈ વસ્તુ ઉત્પાદ વિનાશ વિનાની માત્ર સ્થિર નથી. તેમ જ કઈ વસ્તુ સ્થિરતા વિનાની માત્ર ઉત્પાદ-વિનાશવાળી નથી. કારણ કે વરસ્તુને સ્વભાવ જ એવો છે કે, તે મૂળ રૂપે સ્થિર છતાં નિમિત્ત પ્રમાણે જુદે
૧. સરખાવો પંચાસ્તિકાચ ૧, ૧૨; તથા તત્વાર્થ સૂત્ર ૫. ૨૯.
ઉત્પાદ-સ્થિતિ–ભંગને જે જૈન ગ્રંથોમાં સમર્થનાત્મક વિચાર દેખાય છે, તેની સામે નાગાર્જુન જેવાઓની વિરુદ્ધ વિચારપરંપરા હતી. નાગાર્જુનની મધ્યમકકારિકામાં સરકૃતપરીક્ષા નામનું એક પ્રકરણ છે. (પૃ. ૪૫–૫૭) તેમાં વસ્તુના લક્ષણ તરીકે મનાતા ઉત્પાદ-સ્થિતિ-ભંગને નિરાસ કરવામાં આવ્યો છે. આ નિરાસ તેના પછીના બીજા બૌદ્ધ ગ્રંથોમાં પણ દેખાય છે. એવી વિરુદ્ધ પરંપરા સામે પોતાના પક્ષને બચાવ કરવા જન તાર્કિક વિદ્વાનોએ ઉત્પાદાદિ ત્રિપદીના સમર્થન માટે સર્વત્ર પ્રયત્ન કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org