Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પ્રથમ કાંડ : હું
૯૯
ડાઈ પણ સામાન્ય તત્ત્વને અવાંતર જાતિ કે ગુણુ આદિની વિશેષતાઓથી વિભાગ કરવામાં આવે, છતાં જયાં સુધી એ વિભાગમાં કાળકૃત ભેદનું તત્ત્વ ન આવે, ત્યાં સુધીના એ બધા વિભાગો વ્યવહાર નયની કિટમાં મૂકવામાં આવે છે. કાળકૃત ભેદને અવલખી વસ્તુવિભાગ શરૂ થતાં જ ઋજુસૂત્ર નય માનવામાં આવે છે, અને ત્યાંથી જ પર્યોયાસ્તિક નયના પ્રારભ લેખાય છે. તેથી જ અહીં ઋજીસૂત્ર નયને પર્યાચાસ્તિક નયના મૂળ આધાર કહ્યો છે. પછીના શબ્દ આદિ જે ત્રણ નયેા છે, તે જો કે સીધી રીતે ઋજુસૂત્ર નયને અવલખી ચાલતા હોવાથી તેના જ ભેદો છે, છતાં ઋજુસૂત્ર આદિ ચારે નયાને પર્યાયાસ્તિકના પ્રકારો લેખી શકાય. જે ષ્ટિ તત્ત્વને ફક્ત વર્તમાન કાળ પૂરતું જ સ્વીકારે છે અને ભૂત તથા ભવિષ્ય કાળને કાના અસાધક માની તેમને સ્વીકાર નથી કરતી, તે ક્ષણિક દૃષ્ટિ ઋનુસૂત્ર નય કહેવાય છે. એ દૃષ્ટિએ માનેલ વમાનકાલીન તત્ત્વમાં પણ જે દષ્ટિ લિંગ અને પુરુષ આદિ ભેદે ભેદ ક૨ે છે, તે શબ્દનય. શબ્દનયે માનેલ સમાન લિંગ વચન આદિવાળા અનેક શબ્દોના એક અર્થમાં વ્યુત્પત્તિભેદે – પર્યાયભેદે જે •ષ્ટિ અભેદ કલ્પે છે, તે સમભિરૂઢ નય. સમદ્ધેિ સ્વીકારેલ એક પર્યાયશબ્દના એક અર્થમાં પણ જે દૃષ્ટિ ક્રિયાકાળ પૂરતું જ અ તત્ત્વ સ્વીકારે છે અને ક્રિયાશૂન્ય કાળમાં નહિ, તે એવભૂત નય કહેવાય છે. આ રીતે ઉત ચારે નયાનું સ્વરૂપ હાવાથી એ સ્પષ્ટ થાય છે કે, શબ્દ આદિ ત્રણ નયે માત્ર વર્તમાનકાળસ્પી ૠજુત્ર નય ઉપર ઉત્તરાત્તર સૂક્ષ્મ વિશેષતાઓને લઈ ચાલે છે; અને તેથી તે તેના જ વિસ્તાર છે. ઋજુસૂત્ર નય એક વૃક્ષ જેવા છે; અને શબ્દનય તેની શાખા – ડાળ છે. સમભિરૂદ્ધ તેની પ્રશાખા–ડાળખી છે અને એવત એ તેની પ્રતિશાખા – ડાળખું છે. [૫]
નિક્ષેપોમાં વયાજના
नामं ठवणा दविए त्ति एस दव्वट्टियस्स निक्खेवो । भावो उपज्जवट्ठिअस्स परूवणा एस परमत्थो ।। ६ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org