Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૮૪
સન્મતિ પ્રકરણ જે કે પાંચે સ્તુતિઓ એક પછી એક કમથી છપાયેલ હોઈ આપણને અત્યારે સળંગ એક સ્તુતિરૂપે જ પ્રાપ્ત થાય છે; છતાં એ દરેકને આદિ અંત જોતાં એ બધી સ્વતંત્રપણે જ જુદી જુદી રચાયેલી અને પછી જ એક સાથે ગોઠવાયેલી હોય એમ લાગે છે. પાંચમી સ્તુતિ જે કે બત્રીશશ્લેકપ્રમાણ એક નાની કૃતિ છે, છતાં તેમાં ગૃહથાશ્રમ, ગૃહત્યાગ, કઠોર સાધના માટે વનવિહાર, થયેલ ભયંકર પરીષહે અને તે ઉપર મેળવેલે વિજય, પ્રાપ્ત થયેલ દિવ્ય જ્ઞાન અને તે વડે લેકેમાં કરેલ ધર્મપ્રચાર એ મહાવીરના જીવનને લગતી બાબતનું તદ્દન ટૂંકાણમાં ક્રમિક વર્ણન હાઈ ને વાંચતાં એમ થઈ આવે છે કે જાણે મહાવીરના જીવનનું ટૂંકમાં ચિત્ર ખેંચતું આ નાનકડું કાવ્ય જ ન હોય ?
સ્તુતિપંચકમાં મુખ્ય વસ્તુ સ્તુતિ છે; અને સ્તુતિ એટલે અસાધારણ ગુણનું કથન. તેથી એ તો જોવાનું પ્રાપ્ત થાય જ છે કે સિદ્ધસેને પિતાના સ્તુત્ય મહાવીરની અસાધારણતા કઈ કઈ રીતે વર્ણવી છે. આ દષ્ટિએ સ્તુતિપંચક જોતાં તેમાં વર્ણવાયેલી અસાધારણતાને મુખ્યપણે ચાર ભાગમાં વહેંચી શકાય – (૧) સંપ્રદાયસ્વીકૃત શરીરના અતિશયના વર્ણન ૧દ્વારા; (૨) જીવનમાં બન્યા તરીકે શાસ્ત્રમાં નોંધાયેલી અદ્ભુત ઘટનાઓના વર્ણન દ્વારા; (૩) અન્ય સંપ્રદાય અને તેમના માન્ય આચાર્યોને અધિક્ષેપ કરી સ્વસંપ્રદાય અને તેના પ્રણેતા મહાવીરને ચડિયાતાપણાના વર્ણન દ્વારા;૩ અને (૪) આચાર, વિચાર, ભાષા, દૃષ્ટિ અને તાત્વિક સિદ્ધાંતની બાબતમાં અન્ય પ્રવાદીઓ કરતાં મહાવીરની વિશિષ્ટતાના વર્ણન દ્વારા.૨૪
અગિયારમી બત્રીશી પછી ગુણવચનાત્રિશિકા એવું નામ મુદ્રિત છે. તેમાં કેઈ રાજાની સ્તુતિ છે. જાણે કે સ્તુતિકાર તે રાજાની સામે
૨૧. બ૦ ૧, ૧૪, ૨૨. ચમકને પ્રસંગ ૨, ૩; સંગમને પરીષહ ૫, ૧૮, ૨૩. બ૦ ૧, ૫, ૬, ૭, ૧૨. ૨૪. દાત. ૧, ૧૮-૨૪ આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org