Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૯૦
સન્મતિ પ્રકરણ કરાતું હોય એમ લાગે છે. સંસારના કારણનું અને મેક્ષના ઉપાયનું નિરૂપણુ એ જ એ બત્રીશીને વિષય લાગે છે.
આર્યો – શ્રેષ્ઠમતિ પુરુષે દેષોને છડે છે; ત્યારે પૃથજને – સાધારણ માણસો ઘર આદિ (સગાં પરિવાર) ને છાંડી નીકળી જાય છે. પરંતુ પરોપકારમગ્ન પુરુષો તો એ બંનેનું અનુસરણ કરે છે. (૧૬) આ ઉક્તિમાં કર્તાએ વ્યવહાર અને નિશ્ચય બંને પ્રકારની પ્રવજ્યાને સમન્વય કરેલે લાગે છે. .
કર્મનું સમાન કે અસમાન ફળ જે નિમિત્તના સંબંધને આભારી છે, તે નિમિત્તનું જ્ઞાન મેળવવું જ જોઈએ. કારણ કે વસ્તુ જાણનાર પછીથી સંતાપ પામતો નથી. જીવ મનથી જ વિષયોને ભેગવે છે અને મનથી જ ત્યજે છે. એમ હોવાથી કમનું નિમિત્ત શરીરમાં છે કે બહાર છે, બહુ છે કે ડું છે એ શી રીતે જાણી શકાય ? (૧૭ ૧૮) આમ કહી ગ્રંથકર્તા “મન gવ મળ્યા તારાં વઘોકાયો.” એ સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરતા હોય એમ લાગે છે. .મમત્વથી અહંકાર નહિ પણ અહંકારથી તે મમતા માનવામાં આવે છે. કારણ કે સંકલ્પ-અહંકાર વિના મમતા સંભવતી જ નથી; તેથી અહંકારમાં જ અશિવ-દુઃખનું મૂળ છે. (૧૯). આમ કહી સિદ્ધસેન અહંકારને જ બધા દેનું મૂળ સૂચવે છે. અને તેના નિવારણના ઉપાય તરીકેની નામrtત’ હું નથી જ એવી બૌદભાવનાને લઈ તેને જનદષ્ટિએ અપનાવતાં કહે છે કે, એ ભાવનાને અભાવ અને ભાવરૂપે સ્વીકારવામાં આવે છે. આમ કહી કર્તા સુખદુઃખનું સ્વરૂપે વણ છે. તે જ્ઞાન અને ક્રિયા બંનેની સમ્મિલિતભાવે સાર્થકતા બતાવતાં કહે છે કે, જેમ રેગનું માત્ર જ્ઞાન એ રેગની શાંતિ કરી નથી શકતું, તેમ આચરણત્ય જ્ઞાન વિષે પણ સમજવું xxxx (૨૭)
અઢારમી બત્રીશીમાં અનુશાસન-તાલીમ કરતી વખતે કેટકેટલી બાબતેનું ધ્યાન રાખવું જોઈએ એ જણાવવા સિદ્ધસેને દેશ, કાળ, પરંપરા આચાર, ઉમર અને પ્રકૃતિ તરફ ધ્યાન ખેંચ્યું છે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org