Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પ્રથમ કાંડ અસાધારણ ગુણોના કથન વડે શાસનની સ્તુતિ કરવારૂપ મંગલ – सिद्धं सिद्धत्थाणं ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं सासणं जिणाणं भवजिणाणं ।।१।।
ભવ- રાગદ્વેષના જીતનાર જિનેનું અર્થાત્ અરિહંતનું શાસન - દ્વાદશાંગ શાસ્ત્રસિદ્ધ અર્થાત્ પિતાના ગુણથી જ પ્રતિષ્ઠિત છે. કેમકે તે અબાધિત અર્થોનું સ્થાન – પ્રતિપાદક છે. પાસે આવેલાઓને અર્થાત્ શરણથીઓને તે સર્વોત્તમ સુખકારક છે અને એકાંતવાદરૂપ મિથ્યા મતનું નિરાકરણ કરનારું છે. [૧]
અહીં શાસનના ચાર અસાધારણ ગુણ કહેવામાં આવ્યા છે : ૧. ગુણસિદ્ધતા; ૨. યથાર્થવસ્તુપ્રતિપાદકતા; ૩. શરણાથીને સુખપ્રદાન અને ૪. મિથ્યા મતાનું નિવારકપણું. [૧]
ઉદ્દેશ જણાવવાપૂર્વક પ્રકરણ રચવાની પ્રતિજ્ઞા – समयपरमत्थवित्थरविहाडजणपज्जुवासणसयन्नो। आगममलारहियओ जह होइ तमत्थमुन्नेसु ॥२॥ ..
આગમને સમજવામાં ગળિયા બળદ જેવા સુસ્ત મનવાળા પણ, જે અર્થનું પ્રતિપાદન કરવાથી શાસ્ત્રના વાસ્તવિક પદાર્થોને વિસ્તારથી પ્રકાશિત કરનાર શાસ્ત્રજ્ઞ લેકની ઉપાસના કરવા માટે તત્પર થાય, તે અથનું હું પ્રતિપાદન કરીશ. [૨]
ગ્રંથકાર પિતાની રચનોને ઉદ્દેશ જણાવતાં કહે છે કે, કેટલાકને આગમોને અભ્યાસ કરવામાં રસ નથી પડત; અને તેથી તેઓ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org