Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સમતિ પ્રકરણ તરફ આકર્ષાતા નથી. એવાઓ પણ શાસ્ત્રીય રહસ્યને પ્રકાશિત કરનાર વિશેષજ્ઞ ધૃતધરની ઉપાસના કરવા, અને તેમ કરી તેમનાં વક્તવ્યોને સમજવા લલચાય, તે માટે પ્રસ્તુત પ્રકરણ રચવામાં આવે છે. [૨]
પ્રકરણના પ્રતિપાદ્ય મુખ્ય વિષયને નિર્દેશ – तित्थयरवयणसंगह-विसेसपत्थारमूलवागरणी । दव्यट्ठिओ य पज्जवणओ य सेसा वियप्पा सिं ।। ३ ।।
તીથકનાં વચનોના સામાન્ય અને વિશેષરૂપ રાશિઓના મૂળ પ્રતિપાદક દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય છે. બાકીના બધા એ એના જ ભેદે છે. [3]
અહીં ત્રણ બાબતે સૂચવવામાં આવી છે: ૧. ગ્રંથને મુખ્ય વિષય; ૨. અન્ય નાને મુખ્ય માં સમાવેશ; અને ૩. મુખ્ય નનું સ્વરૂપ.
આખા ગ્રંથમાં છૂટા છૂટા અનેક વિષય ચર્ચેલા છે, પણ તે પ્રસંગવશાત. મુખ્ય પ્રતિપાદન તે અનેકાંત દષ્ટિનું જ છે.
અનેકાંતનું સ્પષ્ટીકરણ નયેના નિરૂપણથી જ થઈ શકે. ના અનેક છે પણ એ બધાને સમાસ ટૂંકમાં બે નમાં થઈ જાય છે. એ જ બે ના મુખ્ય છે. તે ૧. કવ્યાસ્તિક અને ૨. પર્યાયાસ્તિક.
પ્રવ્યાસ્તિક નય એટલે અભેદગામી દૃષ્ટિ; અને પર્યાયાસ્તિક નય એટલે ભેદગામી દષ્ટિ. મનુષ્ય કાંઈ પણ વિચારે અગર બોલે છે, ત્યારે કાં તો અભેદ બાજુ ઢળીને અને કાં તે ભેદ બાજુ ઢળીને. અભેદ બાજુ ઢળી કરવામાં આવેલા વિચારો અને તે વડે પ્રતિપાદન કરેલી વસ્તુઓ સંગ્રહ – સામાન્ય કહેવાય છે. ભેદ બાજુ ઢળી કરવામાં આવેલા વિચારે અને તે વડે પ્રતિપાદન કરવામાં આવેલી વસ્તુઓ વિશેષ કહેવાય છે. અવાંતર દૃષ્ટિએ સામાન્ય અને વિશેષના ચડતા ઊતરતા ગમે તેટલા વર્ગો પાડવામાં આવે, છતાં એ બધા વર્ગો ટૂંકમાં બે રાશિમાં સમાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org