Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૮૧
સન્મતિ પ્રકરણ તે દુશમન વધી જવાની કે નિંદા થવાની કે બીજી કોઈ પણ જાતની પરવા કર્યા સિવાય પિતાને તક પ્રવાહ વહેવડાવ્યે જાય છે, અને બધી જ વસ્તુ તર્કથી પરીક્ષા પૂર્વક સ્વીકારવી કે છોડવી જોઈએ એ સૂચવી,. છેવટે તર્કની કસોટીથી પિતે મહાવીરને જ આપ્ત તરીકે સ્વીકારે છે. કાલીદાસે જૂનામાં ગુણ જોવાની અને નવામાં ખામી જોવાની અંધશ્રદ્ધાને તક પૂર્વક નિષેધ કર્યો છે, પણ તે માત્ર કાવ્યને ઉદ્દેશીને અને તદ્દન ટૂંકમાં જ; ત્યારે સિદ્ધસેને પુરાતતા અને નવીનતાની સમીક્ષા કરી છે, તે બહુ વિવિધતાવાળી અને સર્વવિષયમાં લાગુ પડે તેવી છે. તેથી જ અમે પહેલાં કહી આવ્યા છીએ કે “પુરાણમયે જ સાધુ સર્વમ્' છે. કાલિદાસનું પદ્ય છઠ્ઠી બત્રીશીમાં ભાષ્યાયમાણ થયેલું ભાસે છે. કાલીદાસના એ જ પદ્યનું છેલ્લું પાદ એ જ ભાવમાં થોડા શાબ્દિક ફેરફાર સાથે પહેલી બત્રીશીમાં દેખાય ૨૮ છે. . આઠમી બત્રીશીમાં માત્ર પરપરાજય અને સ્વવિજયની ઇચ્છાથી થતી જલ્પકથાની સમીક્ષા છે. જલ્પકથા કરનાર સાદરવાદીઓમાં પણ કેવી શત્રુતા. જામે છે, જલ્પસ્થા કરનારાઓમાં સત્ય અને આવેશને તથા ત્યાગ અને કુટિલતાને કે વિરોધ છે, એ કથા કરનાર વાદી વાદને ચુકાદો આપનાર સભાપતિનું કેવું રમકડું બની શાસ્ત્રોને કેવી રીતે ઉપહાસાસ્પદ બનાવે છે, કલ્યાણ અને વાદના માર્ગો કેવી રીતે એક નથી, લાળ ઉડાડતી કરોડો કલહકથા કરતાં એક શાંતિકથા કેવી રીતે ચડે છે, વાદીને કેવી રીતે ઉજાગર કરવો પડે છે, અને તે હારજીત બન્નેમ કેવી રીતે મર્યાદા ખોઈ બેસે છે, કથાકલહને ધૂત વિદ્વાનોએ મીમાંસા જેવા સુંદર નામમાં કેવી રીતે ફેરવી નાંખ્યો છે વગેરે અનેક જાતના જલ્પકથાના દેષનું એની સમીક્ષામાં માર્મિક અને મનોરંજક૨૯ ઉદ્દઘાટન છે.
૨૮. “પરબળે રમતિર્મવાસનૈઃ” a૦ , ૨. “મૂઢ: પરપ્રત્યયવદ્ધિ:” નાવિ૦ . ૨. ત્રસ્તાવના.
૨૯. બ૦ ૮, ૧, ૨, ૪, ૭, ૯, ૧૨, ૧૬, ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org