Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૫. બત્રીશીઓનો પરિચય વિશિષ્ટતા નજરે પડે છે. ખરી રીતે બને સ્તુતિઓનું આર્થિક ઉપાદાન એકમાત્ર જન તત્વજ્ઞાન અને જૈન આચાર છે.૧૦
સ્વયંભૂ બ્રહ્મા, મહેશ્વર – શિવ અને પુરુષોત્તમ – વિષ્ણુ એ પૌરાણિક ત્રિમૂતિની દેવ તરીકે જે ભાવના લોકમાનસમાં પ્રતિષ્ઠિત થઈ હતી અને જે ભાવના સદ્ધમપંડરીક૧૧ જેવા જજૂના બૌદ્ધ ગ્રંમાં બૌદ્ધ વિદ્વાન દ્વારા બુદ્ધની સાથે જોડાયેલી આપણે જોઈએ છીએ, તે ભાવનાને તે જ પૌરાણિક શબ્દોમાં લઈ, સિદ્ધસેન૧૨ અને ૧૩સમંતભદ્ર. બન્નેએ ઓછાવત્તા પ્રમાણમાં પિતાના સ્તુત્ય દેવ તીર્થકરમાં જેન શૈલીએ બંધબેસતી કરી લોકોને એમ સૂચવવાને પ્રયત્ન કર્યો છે કે, તમે જે બ્રહ્મા, મહેશ્વર અને વિષ્ણુને માનો છો, તે ત્રિમૂર્તિ તો ખરી રીતે જૈન તીર્થકર જ છે; બીજા કોઈ નહિ. એ જ રીતે લોકોમાં પ્રતિષ્ઠા પામેલ ઈંદ્ર, સૂર્ય વગેરે વૈદિક દેવોને તથા આદિસાંખ્ય – કપિલ જેવા તત્વજ્ઞ મહર્ષિને તેમજ સદ્ધમ-પ્રચારક તરીકે એમેર ખ્યાતિ પામેલ તથાગત – સુગતને એ બન્ને સ્તુતિકાએ ઓછાવત્તા પ્રમાણમાં અપનાવી, પિતાના સ્તુત્ય તીર્થકરમાં તેમને વાસ્તવિક અર્થ ૧૪ધટાવી, લોકોને તેમાં જ તેમને સાક્ષાતકાર કરી લેવા સૂચવ્યું છે. આ જ વસ્તુ ભક્તામર (૨૩ – ર૬) અને કલ્યાણ મંદિર (૧૮)માં પણ આપણે જોઈએ છીએ.
૧૦. દા૨ ત૨ સ્વયંભૂ ૧૪, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૩૩, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૫૨, ૫૪, ૫૯, ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૮૨, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૧૮, ૧૧૯, ૧૨૦ અને બત્રીશી ૧, ૨૦, ૨૪, ૨૬, ૨૮, ૨૯. ૨, ૨૫. ૩, ૩, ૮ ૧૦, ૧૧. ૪, ૧૯ વગેરે.
૧૧. “gવ હું પિતા સ્વયંમૂ: વિસ: સર્વજ્ઞાન નાથ: ” ઈત્યાદિ. સદ્ધર્મ પુંડરીક ૫૦ ૩૨૬
- અમરકેશમાં પણ બુદ્ધના નામ તરીકે અઠવવાદી અને વિનાયક શબ્દનો ઉપયોગ થયેલો છે. ખરી રીતે તો એ બને શદે વદિક સંપ્રદાયના છે.
૧૨. ૧, ૧, ૨, ૧. ૩, ૧. ૧૩. સ્વયંભૂ૦ ૧. ૧૪. સરખાવો ૧, ૧, ૨, ૧, ૧૯, સ્વયંભૂ૦ ૩, ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org