Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ ભારતીય પ્રમાણુશાસ્ત્ર ઉપસ્થિત કર્યું છે. પ્રસ્તુત બીજા કાંડમાં મૂળકારની વિશેષતા જે અભેદવાદની સ્થાપનાની માનવામાં આવે, તો ટીકાકારની વિશેષતા આ પ્રમાણુવાદસંગ્રહમાં માનવી જોઈએ.
અનેકાંતની ખૂબી અને એકાંતની ખામી અનેકાંતદષ્ટિએ ગેયતત્ત્વ કેવું હોવું જોઈએ એની ચર્ચા પ્રધાનપણે ત્રીજા કાંડમાં છે, પરંતુ સાથે સાથે અનેકાંતવાદનું ઉપપાદન કરી શકાય એવા બીજા પણ અનેક વિષયો એમાં લીધેલા છે. જેમ ગૌતમે પિતાના ન્યાયસૂત્ર ૪-૧-૧૪ માં અભાવકારણુવાદ, ઇશ્વરકારણુવાદ, આકસ્મિકવવાદ આદિ આઠ વાદે મૂકી છેવટે પિતાનું મંતવ્ય પ્રકટ કર્યું છે; વળી જેમ સમંતભદ્ર આપ્તમીમાંસામાં સપ્તભંગીના નિરૂપણને પ્રસંગ લઈ તેમાં સત અસત, અદ્વૈત દૈત, એકત્વ પૃથફત્વ, નિત્યત્વ અનિત્યત્વ, દૈવ પુરુષાર્થ આદિ અનેક વાદ લઈ છેવટે તેમાં અનેકાંતદૃષ્ટિએ પોતાનું મંતવ્ય સ્થાપ્યું છે, તેમ સિદ્ધસેને પણ સામાન્ય અને વિશેષવાદ, અસ્તિત્વ અને નાસ્તિત્વવાદ, આત્મારૂપવાદ, દ્રવ્ય અને ગુણનો ભેદભેદવાદ, તક અને આગમવાદ, કાય અને કારણને ભેદભેદવાદ, કાળ આદિ પાંચ કારણુવાદ, આત્માના વિષયમાં નાસ્તિત્વ આદિ છે અને અસ્તિત્વ આદિ છ વાદે વગેરે અનેક વિયેનું સૂક્ષ્મ, વિસ્તૃત તથા સ્પષ્ટ નિરૂપણ કરતાં એકાંત અને અનેકાંતનાં ઉદાહરણો આપી તેના દેષગુણો બતાવ્યા છે. તથા એકાંતવાદીની વિજેયતા અને અનેકાંતવાદીની અજેયતા તેમણે સૂચવી છે. તેમણે ઉક્ત વાદ ઉપરાંત અનેકાંતને બહાને જ કેટલીક સાંપ્રદાયિક પરિસ્થિતિનું નિરૂપણ કરવાનો પણ પ્રસ્તુત કાંડમાં બળવાન પ્રયત્ન કર્યો છે. એકદેશીય સૂત્રાભ્યાસથી કે અર્થત્ય સૂત્રમાત્રના પાઠથી કે બહુશ્રુતત્વ અને પરિવારના અભિમાનથી આગમા થઈ શકાતું નથી, એ તેમણે બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે, અને તાત્વિક પ્રરૂપણ કેવી રીતે કરી શકાય એ પણ બતાવ્યું છે. સ્વ–પર દર્શનના અભ્યાસ વિનાને ક્રિયાકલાપ વ્યર્થપ્રાય છે અને જ્ઞાન તેમજ ક્રિયા બને મળીને જ કાર્યસાધક બને છે ઈત્યાદિ બાબતે જણાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org