Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૭ર
સન્મતિ પ્રકરણ લંબાણથી ચર્ચા કરી છે. સાઠમી ગાથાની વ્યાખ્યામાં ફરી એકાંતક્ષણિકત્વ અને એકાંતઅક્ષણિકત્વને શાસ્ત્રાર્થ છેડ્યો છે. સમી ગાથાની વ્યાખ્યામાં ફરી એકાંતક્ષણિકત્વ અને એકાંતઅક્ષણિકત્વને શાસ્ત્રાર્થ છેડયો છે. ત્રેસઠમી ગાથાની વ્યાખ્યામાં જૈન દર્શનસંમત સાત તરવાના નિરૂપણ પ્રસંગે જીવ અને અજીવ બે તત્ત્વમાં કણાદ આદિ દર્શનેને માન્ય પદાર્થો કેવી રીતે સમાઈ જાય છે તે ખૂબ સ્પષ્ટતાથી બતાવી, જનદર્શનપ્રસિદ્ધ ચાર ધ્યાન અને તેમના ભેદપ્રભેદનું સવિસ્તર વર્ણન કર્યું છે. ત્યારબાદ એ જ ગાથાની વ્યાખ્યામાં વાચ્યનું સ્વરૂપ નક્કી કરવા લટ આદિના અર્થવિચાર વિષેના અનેક મીમાંસક પક્ષ મૂકીને ઉપર વિદ્યાનંદીએ અષ્ટસહસ્ત્રીમાં કરી છે એવી નિગની વિસ્તૃત ચર્ચા કરી છે. પાંસઠમી ગાથાની વ્યાખ્યામાં દિગંબર સાથે મતભેદવાળા નિગ્રંથે વસ્ત્રપાત્ર ધારણ કરવાના, સ્ત્રીને મુક્તિનો અધિકાર હોવાના અને પ્રતિમાને વસ્ત્રાલંકાર ધારણ કરાવવાના વાદે બહુ લંબાણથી દાખલ કર્યા છે. ૧૯મી ગાથાની વ્યાખ્યામાં વળી સપ્તભંગી આદિની સ્પષ્ટ ચર્ચા કરી અનેકાંતનું સ્વરૂપ દર્શાવ્યું છે. છેવટે નિગ્રહસ્થાનના સ્વરૂપની બૌદ્ધ અને ન્યાયવાદીઓ સાથે દીર્ધ ચર્ચા કરી ટીકા પૂર્ણ કરી છે.
પ્રસ્તુત ટીકામાં આવેલા વાદો બહુધા તત્ત્વસંગ્રહ, ન્યાયમુમુદચંદય, પ્રમેયકમલમાર્તડ, સિદ્ધિવિનિશ્ચય આદિ ગ્રંથમાં છે; પરંતુ એ ગ્રંથ કરતાં પ્રસ્તુત ટીકાની વિશેષતા ભાષા પર, શૈલી પરત્વે, ગ્રંથ અને ગ્રંથકારોનાં નામ તેમજ અવતરણના ઉલ્લેખ પર એમ અનેક રીતે છે.
મૂળ ત્રણે કાંડના વિષયોનું અને ટીકામાં વપરાયેલા શાસ્ત્રાથીય વિષેનું આ અતિ ટૂંક ચિત્રણ છે. એના વિષયને ક્રમિક અને વધારે
ખ્યાલ મેળવવા ઈચ્છનારને ગ્રંથનું અધ્યયન કરવું ન હોય, તે પણ વિષયાનુક્રમ જેવાથી ઘણે ખ્યાલ આવી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org