Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૬૭
૪. મૂળ અને ટીકાથને પરિચય કરતાં બૌદ્ધસંમત ક્ષણભંગવાદ, વિજ્ઞતિમાત્રવાદ અને શુન્યવાદને બહુ જ ઊંડાણુ તેમજ વિસ્તારથી ચર્ચા છે; અને બૌદ્ધદર્શનની સૌત્રાંતિક,
ગાચાર, વૈભાષિક અને માધ્યમિક એ ચારે મહાયાન શાખાઓનાં મંતવ્યનું સવિસ્તર વર્ણન કર્યું છે. છઠ્ઠી ગાથાની વ્યાખ્યામાં તેમણે મૂળ બે નેમાં ચાર નિક્ષેપની વહેચણીને પ્રસંગે ભતૃહરિસંમત શબ્દબ્રહ્મવાદ અને બૌદ્ધસંમત ક્ષણભંગવાદ આદિની વિસ્તૃત ચર્ચા કરી છે; અને વચ્ચે વચ્ચે બીજા પણ દર્શનાંતરીય નાના મોટા વાદો ચર્ચા, છેવટે એ દરેક બાબતમાં જનદશન શું સ્વીકારે છે એ જ સ્થાપિત કર્યું છે. સત્તાવીશમી ગાથાની વ્યાખ્યામાં તેમણે સાંખ્ય, વૈશેષિક અને બૌદ્ધ આદિ સંમત સત્કાર્ય, અસતકાર્ય આદિ વાદેનું નિરસન કરી તસ્વાદ્વૈત, દ્રવ્યાÁત, પ્રધાનાદ્વૈત, શબ્દાદ્વૈત અને બ્રહ્માદ્વૈત આદિ વાદનું નિરસન કર્યું છે, અને એ ઉપરથી સૂચવ્યું છે કે જેનદર્શન એ દરેક બાબતમાં શું મત ધરાવે છે. બત્રીશમી ગાથાની વ્યાખ્યામાં તેમણે વ્યંજનપર્યાયની ચર્ચા પ્રસંગે વાચક-શબ્દ અને તેના વાચ્ચ–અર્થ તથા વાચ્યવાચક સંબંધના સ્વરૂપની મીમાંસા કરી છે, તેમાં તેમણે વૈયાકરણને સ્ફોટવાદ, વૈશેષિકેન અનિત્યવર્ણવાચકવવાદ, મીમાંસકોનો નિત્યવર્ણવાચકવવાદ તથા સંબંધનિત્યત્વવાદ ચર્ચા અંતે અનેકાંતદષ્ટિએ જૈનદર્શનસંમત તે બધાનું સ્વરૂપ દર્શાવ્યું છે. છત્રીસમી ગાથાની વ્યાખ્યામાં તેમણે સપ્તભંગીનું ફેટન કરતાં તેના સમર્થન માટે બહુ ઝીણવટથી અકલંક જેવાએ ચર્ચેલી વિવિધ અપેક્ષાઓને વિસ્તારી વર્ણવી છે. આ આઠ ગાથાઓ સિવાયની બીજી ગાથાઓની વ્યાખ્યા બહુધા મૂળ ગ્રંથને સ્ફટ કરનારી ટૂંકી જ છે; અને જ્યાં સહેજ લાંબી છે ત્યાં પણ મુખ્યપણે જનઆગમનાં મંતવ્ય ચલાં હોઈ, તેમાં કઈ દશનાંતરવાદ દાખલ કરેલ નથી.
દશનજ્ઞાનમીમાંસા અનેકાંત એ મૃતપ્રમાણ છે; તે દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એ બે દષ્ટિએ ઉપર અવલંબિત છે. એ બન્ને દૃષ્ટિએ અનુક્રમે સામાન્ય બેધ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org