Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૪. મૂળ અને ઢીકાચથને પરિચય ક્ષમાશ્રમણ જેવાએ પણ પિતાના ભાષ્યમાં પ્રાચીન મર્યાદા ઉપરાંત એ મર્યાદાને પણ સ્વીકાર કરે છે, અને દિગંબરીય સાહિત્યમાં તે એક સિદ્ધસેને બાંધેલી મર્યાદાને જ સ્વીકાર દેખાય છે; અને તે પણ સિદ્ધસેનના પૂર્વવત દિગંબરીય આચાર્યોના ગ્રંથમાં નહિ, પણ સિદ્ધસેન પછી થયેલા તેમજ ખાતરીથી સિદ્ધસેનના ગ્રંથને જેનાર ૧૨૭વિદ્યાનંદી અને ૧૬૮માણિજ્યચંદ્રના ગ્રંથમાં જ તે સિદ્ધસેનીય મર્યાદા દેખાય છે. નયવાદની ચર્ચામાં સિદ્ધસેને મુખ્ય ચાર વાત જણાવી છે – (૧) મૂળ બે દૃષ્ટિઓને સંબંધ, (૨) વસ્તુના લક્ષણનું બે દષ્ટિએ વડે પૃથક્કરણ અને બે દૃષ્ટિએમાં જ તે લક્ષણુની પૂર્ણતા, (૩) કંઈ પણ એક જ દૃષ્ટિના સ્વીકારમાં બંધમોક્ષની અનુપત્તિ અને (૪) છૂટા મણિ અને તેમના હારના દષ્ટાંત દ્વારા છૂટા તેમજ સમ્મિલિત નાની કિંમતની આંકણી. ત્યારબાદ સિદ્ધસેને સપ્તભંગીવાદ ચચી તેને પણ મૂળ બે દૃષ્ટિઓમાં જે છે; વિશેષમાં તેમણે ઉપલબ્ધ પ્રથમના સાહિત્યમાં નહિ દેખાતી એવી વ્યંજન અને અર્થપર્યાયની સ્પષ્ટ ચર્ચા કરી તેમાં સપ્તભંગી ઉતારી છે; છેવટે તેમણે જૈનદર્શન પ્રમાણે કાંઈ બાહ્ય કે અત્યંતર જેવું સ્વતંત્ર તત્ત્વ છે કે નહિ એ જણાવી અનેકાંતદષ્ટિવાળા સંભાષણની વાસ્તવિકતા સ્વીકારવા છતાં અધિકારી જોઈ એક એક નયવાદની સાર્થકતા પણ જણાવી છે. - મૂળકારે પહેલા નયકાંડમાં વર્ણવેલી બધી જ વસ્તુઓનું
સ્પષ્ટીકરણ તે ટીકાકારે કર્યું જ છે; પરંતુ તે ઉપરાંત તેમણે પિતાના સમય સુધીના દાર્શનિક ક્ષેત્રમાં બળપૂર્વક ચર્ચાતા અને જૈનદર્શનના પ્રામાયને આડે આવતા અગર તે તેનાં ફલિત થયેલાં મંતવ્યોને બાધક થતા અનેક દાર્શનિક વાદોને કેટલીક ગાથાઓની વ્યાખ્યા કરતાં, કેઈ પણ રીતે ગાથાના મૂળ શબ્દ સાથે સંબંધ જોડીને અગર તે બીજી રીતે સંબંધ બાંધીને દાખલ કર્યા છે. એ જ રીતે
૧૬૭. જુઓ “તત્વાર્થચ્છુકવાર્તિક', નચચર્ચા. - ૧૬૮. જુઓ “પરીક્ષામુખ”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org