Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૪. મૂળ અને ઢીકાચથને પરિચય ૧૫૯ વિસ્તરે છે, તેમાં હકીકતો ઉમેરાય છે અને તેના મૂળ કાઠા પ્રમાણે
અનેક સપ્રમાણ વિચાર૫રંપરાઓ તેમાં સ્થાન મેળવી એગ્ય રીતે ગોઠવાઈ જાય છે. આ સંસ્કૃતજનિત વિકાસનો પહેલે દાખલે વાવ ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્યમાં૧૫૫ મળે છે. ત્યારબાદ ગુપ્તકાળ અને બૌદ્ધિવિદ્યાપીઠને લીધે પૂર્વ તેમજ ઉત્તર હિંદુસ્તાનમાં, તથા પૂર્વ અને ઉત્તર બૌદ્ધવાદીઓનાં સંધર્ષણને લીધે દક્ષિણ હિંદુસ્તાનમાં સંસ્કૃત વાડ્મયને અને તેમાંય ખાસ કરીને તર્કવિદ્યાને જે બળ મળ્યું, તેની અસર જન વાડ્મય ઉપર પણ ઝપાટાબંધ અને મોટા પ્રમાણમાં થઈ. એને લીધે જ આપણે સિદ્ધસેન અને સમંતભદ્ર, મલવાદી અને પૂજયપાદ, સિંહક્ષમાશ્રમણ અને હરિભદ્ર, અકલંક અને વિદ્યાનંદી, પ્રભાચંદ્ર અને અભયદેવ આદિ અનેક વિદ્વાનો દ્વારા રચાયેલા દશમા સૈકા સુધીના સંસ્કૃત જન વાડ્મયમાં ઉત્તરોતર વધારે ને વધારે વિકાસ પામતી અનેકાંતની ચર્ચા જોઈ શકીએ છીએ.
અંગથી માંડી ચૂણિ સુધીના શ્વેતાંબરીય સાહિત્યમાં અને પ્રવચનસાર આદિ પ્રાચીન દિગંબરીય સાહિત્યમાં અનેકાંત કે નયવાદની ચર્ચામાં જે ઔપનિષદ અધ્વંતતાવાળી વિચારધારાઓનો સમન્વય નથી દેખાતે. તે સમન્વય ૧૫૬સિદ્ધસેન અને સમંતભદ્રની ૧પસ્યાદ્વાદચર્ચામાં આછા આછો દેખાય છે. અને એ જ અદૈતમીમાંસાનો સમન્વય પાછો ૧૫૮ હરિભદ્ર ૧૫ અકલંક, ૧૬વિદ્યાનંદી તેમજ ૧૬૧ અભયદેવના નયવાદનિરૂપણમાં સ્પષ્ટ તેમ જ વિસ્તારપૂર્વક દેખાય છે. બ્રહ્માત,
૧૫૫. ૧, ૩૪-૩૫. ૫, ર૯ અને ૩૧. ૧૫૬. સમતિ કાંડ ૧ ગાત્ર ૨૭, ૫૧ અને કાંડ ૩ ગા૦ ૪૮. ૧૫૭. આપ્તમીમાંસા લો૦ ૨૪ થી. ૧૫૮. શાસ્ત્રવાર્તાસમુચ્ચય લો૫૪૩ થી. ૧૫૯. લધીયશ્વરી શ્લો૦ ૩ પૃ૦ પર. ૧૬૦. તત્ત્વાર્થ શ્લોકવાતિક ૧, ૩૩ નો બ્લોગ પ૩, પૃ. ર૭૧. ૧૬૧. સતિટીકા પૃ૦ ૨૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org