Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૫૮
સન્મતિ પ્રકરણ છે. પહેલે અનેકાંત, અને બીજે અનેકાંતના સંબંધી વિષય. અનેકાંતના મુદ્દાની ચર્ચામાં તેનું સ્વરૂપ, તેને ઐતિહાસિક વિકાસ, અને તેની દશનાંતરમાં મળી આવતા અનેકાંતવાદ સાથે સરખામણ એ ત્રણ બાબત ઉપર અનુક્રમે વિચાર કરીશું; અને અનેકાંતને સંબંધી વિષયો એ મુદ્દાના નિરૂપણમાં અનેકાંતમાંથી ફલિત થતા વાદો, અનેકાંતના આધારમાંથી ઉત્પન્ન થતી દર્શનજ્ઞાનમીમાંસા, અને અનેકાંત તથા એકાંતનાં ઉદાહરણો તેમજ તેની પૂર્ણતા અને વિકલતા એ ત્રણ બાબત ઉપર અનુક્રમે વિચાર કરીશું.
(૪) અનેકાંત કોઈ પણ વસ્તુને તેની અનેક (સંભવતી બધી) બાજુએથી
તપાસવી – જેવી અથવા તેમ જોવાની વૃત્તિ રાખી સ્વFT Oાથ તે પ્રયત્ન કરવો, એ જ અનેકાંતદષ્ટિ છે.
ભગવાન મહાવીરના પહેલાં ભારતીય વાક્યમાં અનેકાંતષ્ટિ ન
હતી, એમ તે ન જ કહી શકાય; પણ પ્રાચીન
જન આગમને તેમના પૂર્વવત અને સમસમયવતી विकास બીજા દર્શનિક સાહિત્ય સાથે સરખાવી જોતાં એ
તે સ્પષ્ટ જ લાગે છે કે, અનેકાંદષ્ટિનું સ્પષ્ટ અને વ્યવસ્થિત નિરૂપણ તે ભ૦ મહાવીરના ઉપદેશરૂપ મનાતાં જન આગમમાં જ છે. ઉપલબ્ધ જૈન અંગગ્રંથમાં અનેકાંતદૃષ્ટિની અને તેમાંથી ફલિત થતા બીજા વાદેની ચર્ચા છે ખરી; પણ તે ટૂંકી, બહુ જ ઓછી વિગતવાળી અને ઓછાં ઉદાહરણે વાળી છે. આગમ ઉપરના નિયુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિરૂપ પ્રાકૃત સાહિત્યમાં એ ચર્ચા સહેજ લંબાયેલી નજરે પડે છે ખરી, છતાં તેમાં તશૈલી અને દાર્શનિક સંધર્ષણ બહુ જ ઓછાં છે. પરંતુ જૈન વાડ્મયમાં સંસ્કૃત ભાષાને અને તે દ્વારા તક શૈલી તેમજ દાર્શનિક સંઘર્ષણને પ્રવેશ થતાં જ એ અનેકાંતની ચર્ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org