Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૪. મૂળ અને ઢીકાથને પરિચય ૧૫૭ ત્યાં ત્યાં સર્વત્ર સૂત્ર એવું જ સંસ્કૃત રૂપ લીધેલું છે; ક્યાંય સૂવત એવું રૂપ લીધેલું નજરે નથી પડતું. પરંતુ સંસ્કૃતજવી વૈદિક વામયમાં સૂવર અને સૂત્ર એ બન્ને સંસ્કૃતરૂપે ઘણા લાંબા વખતથી વપરાતાં આવે છે. વેદ જેવા સર્વપ્રાચીન ગ્રંથમાં અમુક વિશિષ્ટ ભાગને મુક્ત કહેલ છે, જે મંડલને ભાગ હોય છે અને જેમાં અનેક ઋચાઓ આવેલી હોય છે. સૂત્ર શબ્દ તો ટૂંકાં કાં ગદ્ય વાક્યો માટે પાણિનીય આદિ વ્યાકરણ ગ્રંથમાં અને શ્રૌત, સ્માત તથા દર્શન આદિ સૂત્રમાં જ વપરાયેલ છે. જે કે જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં જૂના વખતથી વપરાયેલ સુત્ત શબ્દ અત્યારે એ બન્ને સંપ્રદાયમાં સંસ્કૃત સૂત્રરૂપમાં જ અવતરે છે; છતાં જે અને જેવડાં પ્રકરણ માટે સુત્ત શબ્દ વપરાયેલો છે, તેની સાથે વેદના સૂક્ત નામથી ઓળખાતાં પ્રકરણોની તુલના કરીએ, તે એવી કલ્પના થાય છે કે પ્રાચીન સૂક્તનું જ સુત્ત એ પ્રાચીન રૂપ ન હોય ? અને પછીથી સૂત્રકાળમાં સૂત્ર શબ્દની બંધાયેલી પ્રતિષ્ઠાને લીધે જ સત્તનું સૂત્રરૂપમાં સંસ્કરણ થયું ન હોય ? અસ્તુ, ગમે તે હે. અહીં મુખ્ય પ્રસ્તુત એટલું જ છે કે સન્મતિ એ આખો ગ્રંથ જેમ સૂત્ર કહેવાય છે, તેમ તેની દરેક ગાથાને પણ સૂત્ર કહેલ છેએ પદ્ય છતાં અને પદ્યમાં સૂક્ત શબ્દને વૈદિક પ્રવેગ પ્રાચીન કાળમાં હોવા છતાં, જન પરંપરાએ એ સરણી સ્વીકારી નથી અને સંસ્કૃતમાં એકમાત્ર સૂત્ર શબ્દનો વાપર તેણે અપનાવ્યું છે.
જેમ “વ્યાકરણમહાભાષ્ય, “ન્યાયમંજરી” આદિ કેટલાક ટીકાગ્રંથમાં મૂળ કરતાં જુદો વિભાગ પાડવામાં આવ્યો છે, તેમ પ્રસ્તુત ટીકામાં કરવામાં આવ્યું નથી. આમાં તે ટીકાકારે મૂળના કાંડ વિભાગને અનુસરીને જ ત્રણ વિભાગ કરેલા છે. દરેક કાંડ પૂર્ણ થતાં ટીકાકાર પણ પ્રથf ઈન્ટ કરી પોતાની ટીકાનો વિભાગ સમાપ્ત કરે છે; તેથી વિભાગની બાબતમાં ટીકા કાંઈ વિશેષત્વ ધરાવતી નથી.
૨. આર્થિક સ્વરૂપ (મૂળ અને ટીકા અને ગ્રંથને મુખ્ય વિષય અનેકાંત હોવાથી અહીં આર્થિક સ્વરૂપને લગતા મુખ્ય બે જ મુદ્દા ચર્ચવા પ્રાપ્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org