Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
"
-૧૬
સમિતિ પ્રકરણ શબ્દાત, કવ્યાત વગેરે અદ્દે તેનાં જે નામે પ્રાકૃત જૈન વાડ્મયમાં નથી દેખાતાં, તે જ નામે વિસ્તૃત શાસ્ત્રાર્થ સાથે પાગ્લા સંસ્કૃત જેન વાલ્મમાં દેખાય છે અને એ બધા વાદે સંગ્રહનયના ઉદાહરણ તરીકે ગોક્વાઈ જાય છે. પ્રાકૃત જન વાડ્મયમાં ઋજુસૂત્રનયના ઉદાહરણ તરીકે સામાન્ય રીતે જે બૌદ્ધ દર્શનનું જ નામ હતું, તેને સ્થળે પાછલા સંસ્કૃત જન તર્ક ગ્રંથોમાં બૌદ્ધદર્શનની માધ્યમિક આદિ ચાર શાખાઓ આવે છે.૧૨ અને અભયદેવદેવ જેવા વિસ્તારચિ આચાર્યો એ સમન્વયને લંબાવી ઉક્ત ચારે શાખાઓને ઋજુસૂત્રનયથી માંડી એવંભૂત સુધીના ચારે તેમાં કઈને કઈ રીતે ગોઠવી દેવાને, પ્રયત્ન કરે છે. આ તો લગભગ દશમા સૈકા સુધીના અનેકાંતવાદના વિકાસની વાત થઈ, પણ ત્યારબાદના અઢારમા સૈકા સુધીના સાહિત્યમાંય એ વિકાસ થયેલે જોઈ શકાય છે. વાદિદેવસૂરિ, આ૦ હેમચંદ્ર અને છેલ્લે ઉપાધ્યાય યશોવિજયજીના સાહિત્યમાં અનેકાંતને લગતી જે ચર્ચાઓ મળે છે, તેમાં પાલ્લા સાહિત્યના વારસાગત સમન્વય ઉપરાંત બીજે પણ સમન્વય વધેલા દેખાય છે. દાર્શનિક ક્ષેત્રમાં જેમ જેમ નવી નવી વિચારધારાઓ ઉદય પામતી ગઈ, અગર તે વિશેષ અને વિશેષ વિકાસ પામતી ગઈ તેમ તેમ જૈન આચાર્યો અભ્યાસ કરીને એ વિચારધારાઓને પોતાના અનેકાંતનિરૂપણમાં એક અગર બીજી રીતે સમાવતા જ ગયા. દ્વૈતાદ્વૈત, દૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, આદિની ઉત્તરમીમાંસાગત જે ચર્ચાઓ દક્ષિણ હિંદુસ્તાનમાં લગભગ દશમા સૈકા પછીથી વિકાસ પામેલી છે, તેમને કેવલાદ્વૈત પેઠે સ્યાદ્વાદના નિરૂપણુમાં સમાસ નથી દેખાતો; તેનું કારણ એ છે કે, એ મીમાંસાગત ચર્ચાઓને અભ્યાસ કરનાર પ્રબળ જૈન વિદ્વાને દક્ષિણ હિંદુસ્તાનમાં પાક્યા જ નહિ; અને પશ્ચિમ હિંદુસ્તાનમાં જે પ્રખર અભ્યાસી જૈન વિદ્વાનો થયા, તેમને એ દૈતાદ્વૈત આદિ મંતવ્યવાળા પ્રધાન થેરે અભ્યાસ કરવાની ખાસ તક જ ન મળી. જે શાંકરમતની પેઠે નિંબાક, મવ, રામાનુજ
૧૬૨. સન્મતિ ૧, ૫ ની ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org