Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૪. મૂળ અને ઢીકાથને પરિચય ૧૫૫ સદીથી માંડી દશમી સદી સુધીના ભારતીય સંસ્કૃત દાર્શનિક વાડ્મયમાં જે ક્રમે ક્રમે પરિમાણનો ઉત્તરોત્તર પ્રકર્ષ થતો આવ્યો છે, તેનું પર્યવસાન આ ટીકામાં દેખાય છે.
વિભાગ (મૂળ ગ્રંથ “સાંખ્યકારિકા” જેવો સળંગ અવિભક્ત નથી પણ પ્રવચનસારની પેઠે ત્રણ વિભાગમાં વહેચાયેલો છે. માત્ર મૂળની અને ટીકાવાળી બધી પ્રતિઓમાં ત્રણ વિભાગને કાંડ નામથી નિર્દેશવામાં આવ્યા છે. ટીકાકારે તે ત્રણ વિભાગને અંતે અનુક્રમે પ્રથમ વર્ષમ્, દ્વતીયમ્, તૃતીયમ્ એટલું જ લખ્યું છે, પણ એ કાંડને વિષયસૂચક કાંઈ વિશેષણ આપ્યું નથી. પરંતુ માત્ર મૂળ પદ્યોની મળેલ એક લિખિત પ્રતિમાં અને મુદ્રિતમાં પ્રથમકાંડને નવું અને દ્વિતીય કાંડને બીવડયું તરીકે નિદેશેલ છે; પણ ત્રીજા વિભાગને છેડે નથી સામાન્ય કાંડ શબ્દ, અગર નથી વિશેષણયુક્ત કાંડ શબ્દ. નય એ નામ પહેલા વિભાગનું યથાર્થ છે, કારણ કે તેમાં નયની જ ચર્ચા આવે છે; પરંતુ બીજા વિભાગને જીવકાંડ કહેલ છે તે બરાબર નથી; કારણ કે એ વિભાગમાં જીવતત્ત્વની ચર્ચા જ નથી. એમાં તે સળંગ અને મુખ્ય ચર્ચા જ્ઞાનની છે. તેથી જે એ વિભાગને જ્ઞાનકાંડ અગર ઉપગ-કાંડ કહેવામાં આવે તે જ તે બરાબર ગણાય. વળી ત્રીજા વિભાગના અંતમાં કાંઈ વિશેષનામ નથી તે ઉપરથી એમ લાગે છે કે, ગ્રંથકારે તો માત્ર ત્રણ વિભાગને કાંડ તરીકે જ ઓળખાવ્યા હશે અને કેઈએ પાછળથી વિષયની દૃષ્ટિએ નવું જેવાં વિશેષનામ લગાડી દીધાં હશે અને તેમ કરવામાં બીજા કાંડને બીવડાં કહેવાની અયથાર્થતા આવી હશે; અથવા તે લેખકોની કાંઈક ભૂલ થઈ હશે. વિશેષનામ દાખલ કરનારે ત્રીજા કાંડને વિશેષનામ આપ્યું હશે કે નહિ, અને આપ્યું હશે તો તેના પછીના ઉતારાઓમાં તે કેમ સરી ગયું હશે, અહેવું કઠણ છે. એનો વિશેષ નિર્ણય કરવા માટે તો મૂળની અનેક પ્રાચીન, અર્વાચીન લિખિત પ્રતિઓ મેળવવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
.WWW.jainelibrary.org