Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૪. મૂળ અને ટીકાથથના પરિચય
૧૫
કસોટી, ગ્રંથકારે કરેલ છંદની પસંદગી એ પણુ છે. પરંતુ આ ગ્રંથમાં વપરાયેલ છંદુ સમયનિયની બાબતમાં ઉપકારક થઈ શકે તેમ નથી; કારણ કે આગલા અને પાલ્લ્લા પ્રાચીન ગ્રંથામાં અનુષ્ટુપ તેમ જ ઉપજાતિ આદિ છંદોમાં પ્રાકૃત રચના મળી આવે છે, છતાં એક દર પદ્યમય પ્રાકૃત રચનાએામાં પ્રાચીન સમયથી માંડી અઢારમી સદી સુધી મોટે ભાગે આર્યાં છંદ જ વપરાયેલા છે. પ્રાકૃત પદ્યકૃતિમાં આર્યાનું પ્રાધાન્ય જોતાં એમ લાગે છે કે એ છંદ બીજા બધા છંદો કરતાં પ્રાકૃત ભાષાને વિશેષ અનુકૂળ છે. તેથી જ ગ્રંથકારે એ છંદની પસંદગી કરેલી. છે. એની પસંદગીમાં સમયને વિશેષ પ્રભાવ હોય તેમ લાગતું નથી. એ છંદોબદ્ધ રચના ઉપરથી જે એક સામાન્ય અનુમાન સ્ફુરે છે તે એ છે કે, જેમ બ્રાહ્મણુ વિદ્વાનામાં સૂત્રરચનાની જામેલી પ્રતિષ્ઠાએ વાચક ઉમાસ્વાતિને સંસ્કૃતમાં જૈન સૂત્ર રચવા પ્રેર્યા, તેમ દાનિક ક્ષેત્રમાં છંદોબદ્ રચનાની નમતી પ્રતિષ્ઠાએ દિવાકરશ્રીને પણ છંદોબદ્ઘ રચનામાં દાનિક ચર્ચા કરવા પ્રેર્યાં. ગ્રંથકારની સામે છંદોબદ્ધ ગ્રંથામાં નાગાર્જુનની મધ્યમકકારિકા જેવા બૌદ્ધ ગ્રંથા અને રિકૃષ્ણની ‘સાંખ્યકારિકા’ આદિ જેવા વૈદિક ગ્રંથા તેમ જ કુંદકુંદના ‘પ્રવચનસાર ’ પંચાસ્તિકાય જેવા જન ગ્રંથા પણ હશે એમ લાગે છે.
ટીકાની રચના પદ્યમાં નહિ પણ ગદ્યમાં છે. શરૂઆતમાં મંગલ અને પ્રત્યેાજનસૂચક પદ્યો અને અંતની પ્રશસ્તિનાં ત્રણ પદ્મો ખાદ કરીએ તે આખા જ ગ્રંથ નિરપવાદપણે ગદ્યમય છે, એમાં વચ્ચે યત્રતત્ર પુષ્કળ પદ્યો આવે છે ખરાં; પણ તે તે। ટીકાકારનાં પોતાનાં નથી, માત્ર અવતરણુરૂપે લીધેલાં છે. ટીકાની ગદ્યશૈલી ‘પ્રમેયકમલમાં અને ‘ ન્યાયકુમુદચંદ્રોદય' જેવી પ્રસન્ન તેમજ અપૂર્ણ છે. દશમા સૈકા પહેલાંના શ્વેતાંબરીય સંસ્કૃત વાડ્મયમાં પ્રસ્તુત ટીકાની કક્ષામાં મૂકી શકાય એવી શૈલીવાળા ખીજો ગ્રંથ હજી કાઈ જોવામાં આવ્યે નથી. આ ટીકામાં અગિયારમા સૈકા પછીના ગ્રંથામાં દેખાય છે તેવે શબ્દાંબર કે વિરાધીએ પ્રત્યેની કટાક્ષમયતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org