Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૫૪
સન્મતિ પ્રકરણ
પરિમાણ ગ્રંથનું પરિમાણુ વસુબંધુની “વિંશિકા” કે “ત્રિશિકા” આદિ જેવું તદ્દન નાનું, અગર પાછળના જિનભણિના “વિશેષાવશ્યક” જેવું અતિ મોટું નથી; પણ કુંદકુંદના “પ્રવચનસાર' આદિ ગ્રંથ જેવું મધ્યમસરનું છે. એનાં ૧૬૭ પદ્યો હોવાનું પ્રથમ ભાગના નિવેદનમાં જણાવ્યું છે; પરંતુ ખરી રીતે ૧૬ ૬ પદ્યો જ છે, કારણ કે ટીકાવાળી કોઈ પણ પ્રતિમાં જે એક પદ્ય નથી તે મૂળમાત્રની લિખિત અને મુદ્રિત પ્રતિમાં દેખાય છે. એ એક પદ્ય ગ્રંથના અંતિમ પદ્યની પહેલાં આવેલું છે અને તેના ઉપર ટીકા ન હોવાથી તે ગમે ત્યારે પાછળથી પ્રક્ષિપ્ત થયેલું છે. એ નિર્વિવાદ છે.(એ પદ્યમાં અનેકાંતવાદનું સયુક્તિક ગૌરવ પ્રદર્શિત કરવામાં આવેલું છે અને તેને નમરકાર કરવામાં આવ્યો છે. તે ઉપરથી એમ લાગે છે કે કેઈ અનેકાંતપ્રિય કુશલ વિદ્વાને ગ્રંથના
સ્વરૂપ અને અનેકાંતના મહત્ત્વથી આકર્ષાઈ, એ પદ્ય રચી મૂળમાં દાખલ કરી દીધું હોવું જોઈએ. એ પદ્ય આ છે:
जेण विणा लोगस्स वि ववहारो सव्वहा ण णिघडइ । तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ॥
અર્થ:–જેના વિના લેકેને વ્યવહાર પણ સર્વથા સિદ્ધ નથી થતો, તે ભુવનના એકમાત્ર ગુરુ – પૂજ્ય અનેકાંતવાદને નમસ્કાર હો.
( ટીકાનું પરિમાણ ૨૫,૦૦૦ લેક જેટલું છે) દશમા સૈકા પહેલાંના તાંબરીય કે દિગંબરીય વાડ્મયમાં જે સૌથી વધારે મોટા સંસ્કૃત ગ્રંથે મળે છે, તેમાં એક ગ્રંથ પરિમાણુની દૃષ્ટિએ પ્રસ્તુત ટીકાની બરાબરી કરી શકે તેવો નથી. દેશના સેકા પહેલાંના કેઈ બ્રાહ્મણ, બૌદ્ધ કે જન સંસ્કૃત દર્શનગ્રંથનું પરિમાણ ૨૫,૦૦૦ શ્લોક જેટલું હોય એવી ખાતરી કરાવનાર પ્રમાણુ અદ્યાપિ મળ્યું નથી. તેથી એમ કહી શકાય કે, કદાચ અભયદેવે પિતાના પૂર્વવતી અને સમસમી વિદ્વાને સાથે ગ્રંથપરિમાણુની બાબતમાં પણ હરીફાઈ કરવા ધારી હેય અને તેમાં સૌથી મોખરે આવવાને પ્રયત્ન પણ કર્યો હોય. પહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org