Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ
આગમવાદનું પૃથક્કરણુ તથા સમન્વય આપ્તમીમાંસા શ્લેા. ૭૫-૭૮ માં અને સન્મતિ કાં૦ ૩, ગા૦ ૪૫ માં છે. ૧૦. શબ્દો જુદા છતાં એક જ સરખી રીતે અનેકાંતની વ્યાપકતા સ્વયંભૂતેત્ર શ્લ॰ ૧૦૧ માં અને સન્મતિ કાં ૩ ગા ૨૭ માં દર્શાવવામાં આવી છે. ૧૧. આપ્તમીમાંસા શ્લે૦ ૮૮-૯૧માં દેવ અને પૌરુષ એ એ જ કારણુકાંતવાદના સમન્વય છે; ત્યારે સન્મતિ કાં૦ ૩, ગા૦ ૫૩ માં પાંચ કારણકાંતવાદને સમન્વય છે. ૧૨. આપ્તમીમાંસા લા૦ ૨૪-૨૭માં અને સન્મતિ કાં ૩, ગા૦ ૪૮ માં અદ્વૈતમતનું કથન આવે છે; છતાં ફેર એટલે છે કે પહેલામાં અદ્વૈત શબ્દના ઉલ્લેખ છે પણ તે કૈાનું અને કયું અદ્વૈત એવું કાંઈ કથન નથી; જ્યારે ખીજામાં અદ્વૈત શબ્દને નિર્દેશ નથી, પરંતુ કાપિલ દનના અદ્વૈત તરીકે તેના નિર્દેશ છે.
૧૧૩
-
આ બધા ઉપરાંત ખાસ ધ્યાન દેવા જેવી બાબત એ છે કે, આપ્તમીમાંસા એ આપ્ત – સજ્ઞનું નિરૂપણુ કરતાં તેના વચનનું સ્વરૂપ અનેકાંતરૂપે વણુ વે છે; જ્યારે સન્મતિ પણુ જિન – સર્વજ્ઞના શાસનને જ સશ્રેષ્ઠ માની તેનું નિરૂપણ કરતાં અનેકાંતની ચર્ચા કરે છે. ભારતીય દશનામાં શાસ્ત્રનું પ્રામાણ્ય એ પ્રધાન અને રસિક ચર્ચાને વિષય છે. જે શાસ્ત્ર અનાદિ – અપૌરુષેય અર્થાત કેાઈના દ્વારા રચાયેલું ન હોય તે જ પ્રમાણુ, એવેા એક પક્ષ પરાપૂર્વથી ચાહ્યો આવતા જે અત્યારે જૈમિનીયના મત તરીકે જાણીતા છે; તેની સામે વૈશેષિક નૈયાયિક આદિને બીજો પક્ષ હતા. તે કહેતા કે શાસ્ત્રનું પ્રામાણ્ય તેના અનાદિ – નિત્યત્વને લીધે નહિ, પણ તેના વક્તાના પ્રામાણ્યને લીધે છે. એવા પ્રામાણભૂત પૂર્ણ વતા ઈશ્વર સિવાય બીજે કાઈ હેાઈ શકે નહિ, માટે ઈશ્વરપ્રણીતત્વને લીધે જ એ શાસ્ત્રનું પ્રામાણ્ય છે. આ અન્ને પક્ષેાને શાસ્ત્ર તે! એક અર્થાત્ શ્રુતિ જ પ્રમાણુ તરીકે માન્ય હતું, ફક્ત તેના પ્રામાણ્યના કારણમાં જ બન્નેને મતભેદ હતા. બીજા પક્ષની ખૂખી તે એ છે કે, તેણે ઈશ્વરપ્રણીતત્વ માની શાસ્ત્રમાં મનાતું આવતું અનાદિ પેાતાની ઢબે જાળવ્યું અને છતાં અપૌરુષેયત્વવાદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org