Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળકારને પરિચય સામે પૌરુષેયત્વવાદનું બીજ દાખલ કર્યું. એ પક્ષો સામે ત્રીજો બુદ્ધિગમ્ય એક વાદ આવ્યું, તે કહેતા કે શાસ્ત્રનું પ્રામાણ્ય કબૂલ છે, તે વક્તાના પ્રામાણ્યને અધીન છે એ વાત પણ કબૂલ છે; પરંતુ વક્તા એ તે મુખવાળો અને બેલનારો શરીરી મનુષ્ય જ હોઈ શકે. આ વાદમાંથી બે વાત ફલિત થઈ. એક તે પહેલા બે પક્ષેને જે અમુક જ નિશ્ચિત શાસ્ત્ર–આમ્નાયનું પ્રામાણ્ય માન્ય હતું, તેને સ્થાને આપ્ટોક્ત બધાં જ વચનોનું પ્રામાણ્ય મનાવું જોઈએ તે; અને બીજી વાત એ કે જે મનુષ્ય શુદ્ધ બુદ્ધ હોય તે બધા જ ઈશ્વર જેવા પૂર્ણ હાઈ આપ્ત માનવા જોઈએ. આ ત્રીજો વાદ સૌથી પહેલાં કોણે ઉપસ્થિત કર્યો તે કહેવું કઠણ છે; છતાં એટલું તે કહી શકાય છે કે ભગવાન મહાવીર અને બુદ્ધના યુગને આ વાદની ઉપસ્થિતિમાં મોટો ફાળો છે. આ વાદને લીધે અનેક સંપ્રદાય – સાંખ્ય આવક આદિ તિપિતાના માન્ય પ્રવર્તકને પૂર્ણ આપ્ત લેખી તેમના જ વચનને એકમાત્ર શાસ્ત્રરૂપે માનતા થઈ ગયા. જન સંપ્રદાય પણ એ જ માન્યતાને વશવતી હેઈ પિતાના પ્રવર્તક તીર્થકરેને જ મુખ્ય આપ્ત માની તેમના વચનને મુખ્ય પ્રમાણ તરીકે સ્વીકારે છે; અને તે સિવાયનાં શાસ્ત્રોને મુખ્ય પ્રમાણ તરીકે માનતા નથી. એ બાબત સ્પષ્ટ કરવા અને સામાન્ય સર્વ કહેલું શાસ્ત્રનું સ્વરૂપ દર્શાવવા માટે જ સન્મતિ અને આપ્તમીમાંસાની રચના થયેલી છે.
(વકર) - મૂલાચાર દિગંબરાચાર્ય વરની કૃતિ મનાતા “મૂલાચાર ” ગ્રંથને બારીક અભ્યાસ કર્યા બાદ અમને ખાતરી થઈ છે કે, તે કઈ મૌલિક ગ્રંથ નથી, પરંતુ એક સંગ્રહ છે. વકરે સમિતિમાંથી ચાર ગાથાઓ (૨, ૪૦-૩) “મૂલાચારના સમયસારાધિકાર (૧૦,૮૭–૯૦)માં લીધી છે. તેથી આપણે એટલું કહી શકીએ કે, એ ગ્રંથ સિદ્ધસેનના સમય બાદ સંકલિત થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org