Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
.
૧૩૩
૨. મૂળકારને પરિચય મિત્રેય અને અસંગ એ બન્ને ગુરુ-
શિષ્યના અસલી ગ્રંથે તે મળ્યા નથી; પણ એમના કેટલાક ગ્રંથના ચીની મૈત્રેય અને અનુવાદ મળે છે. અને તે ઉપરથી પ્રોફેસર ટયુચીએ સં જે વિશ્વાસપાત્ર થોડુંક લખ્યું ૧૨૩ છે, તે જોતાં
છે એમ માનવાને કારણે મળે છે કે, સિદ્ધસેનને પિતાની કૃતિઓનું વસ્તુ મેળવવામાં, ચર્ચવામાં, અગર સ્પષ્ટ કરવામાં સાક્ષાત કે પરંપરાથી એ બન્ને ગુરુ શિષ્યની કૃતિઓ થોડી ઘણી ઉપકારક થઈ જ હોવી જોઈએ. કારણકે સિદ્ધસેનની વાદ વિષે બહુજ માર્મિકતાવાળી જે બે બત્રીશીઓ અત્યારે મળે છે, તેમનું વસ્તુ એ મૈત્રેય અને અસંગનાં ઉપલબ્ધ પ્રકરણોમાં સવિસ્તર હોવાની ધારણા પ્રો૦ યુચીના લેખ ઉપરથી થાય છે.
વિજ્ઞાનવાદના પ્રસિદ્ધ આચાર્ય વસુબંધુને ૧૨૪વવિધ ગ્રંથ * * અસલ રૂપમાં અત્યારે આપણી સામે નથી પણ વસુવંઘ તેમની વીસ શ્લેક જેટલી એક વિંશિકા અને ત્રીસ
* શ્લેક જેટલી એક ત્રિશિકા એ બે કૃતિઓ હમણાં જ તેમના અસલ રૂપમાં પ્રાપ્ત થઈ છે અને તે અમારી સામે૧૨૫ છે; એમને વિષય વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ કહેવાય છે. ઉક્ત વાવિધિને પ્રભાવ સિદ્ધસેનની વાદવિષયક બે બત્રીશીઓ ઉપર પડ હશે એવી તો અત્યારે માત્ર કલ્પના જ થઈ શકે; પરંતુ ઉક્ત વિંશિકા અને ત્રિશિકાને પ્રભાવ પડવા વિષે તો કાંઈક વધારે સંભાવના રહે છે. કારણ કે અમુક નિયત સંખ્યામાં શ્લેકે રચી તેમાં પ્રતિપાદ્ય વસ્તુ ગોઠવી તેવડાં પ્રકરણે રચવાં અને તે પ્રકરણનું સંખ્યા પ્રમાણે વિંશિકા જેવું નામ ગોઠવવું એ પદ્ધતિ અત્યારે આપણને વસુબંધુની કૃતિઓમાં જ
૧૨૩. જુઓ જનલ રેડ એ. સે. જુલાઈ ૧૯૨૯ ને અંક પૃ. ૪૫૧. • ૧૨૪. આ ગ્રંથ વસુબંધુને હવા વિશે પ્રવ ટચુચીના એક મનનીય લેખ માટે જુઓ ઇન્ડિયન હિસ્ટોરિકલ કવાર્ટલીને ડીસેંબર ૧૯૨૮ ને અંક પૃષ્ઠ ૬૩૦.
૧૫. ડૉ. સિલ્વન લેવી દ્વારા સંપાદિત. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org