Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળ કારને પરિચય
૧૩૫ છે, તેવા જ બત્રીશીઓમાં છે. અશ્વષ પિતાને પૂજ્ય બુદ્ધને અને કાલીદાસ સ્વમાન્ય મહાદેવને તથા અજને પિતપોતાની વારસાગત સાંપ્રદાયિક ભાવના પ્રમાણે જે ઢબે વર્ણવે છે, લગભગ તે જ ઢબે સિદ્ધસેન પિતાના માન્યદેવ મહાવીરના ત્યાગનું અતિ ટૂંકમાં સ્તુતિરૂપે ચિત્ર રજૂ કરે છે.૧૨ કાલિદાસને૧૨૭ “જૂનું હોવાથી બધું કાવ્ય સારું છે એમ નથી અને નવું હોઈ બધું ખરાબ છે એમ પણ નથી,” એ સંક્ષિપ્ત. ભાવ જાણે કે ભાષ્યરૂપમાં વિકસિત થઈ વિસ્તાર પામેલે સિદ્ધસેનની આખી છઠ્ઠી બત્રીશીમાં ગોઠવાઈ ગયેલ હોય તેમ એ બત્રીશી અને ઉક્તભાવનું કાલીદાસનું પદ્ય જોતાં લાગ્યા વિના રહેતું નથી. સિદ્ધસેનના પ્રિય છે અને અશ્વઘોષ તેમ જે કાલિદાસના પ્રિય ઈદે વચ્ચે બહુ જ સમાનતા છે. એમાં શબ્દાબર નથી પણ અર્થ ગૌરવ ભારે છે. દાર્શનિક વિષયને લીધે સિદ્ધસેનની બત્રીશીઓમાં જે કઠિનતા અનુભવાય છે તે બાદ કરીએ, તે કલ્પનાની ઉચગામિતા, વક્તવ્યની આકર્ષકતા અને ઉપમાની મનહરતા વિષે એ ત્રણે બહુ જ મળતા છે.
દિનાગ અને શંકરસ્વામી બૌદ્ધ તાર્કિક દિગનાગ એ પ્રસિદ્ધ વિજ્ઞાનવાદી તરીકે જાણીતો છે.
* એની અનેક વિખ્યાત કૃતિઓમાંથી એક પણ અસલ વિના રૂપમાં અને અવિકલપણે અત્યારે આપણી સામે
નથી. આપણે એની કૃતિ વિષે જે કાંઈ જાણી શકીએ છીએ તે મુખ્યપણે એના ચીની અને તિબેટી અનુવાદો તેમ જ એ ભાષાઓમાં થયેલી વ્યાખ્યાઓને જ આભારી છે. ૧૨૮ દિનાગને
૧૨૬. જુઓ હૃા૫. ૧૨૭. પુરાણનિત્ય ન સાધુ સર્વ જાપિ ચં નવમિત્યવચમ્ सन्तः परीक्ष्यान्यतरद् भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः ॥
- मालविकाग्निमित्र ૧૨૮. જુઓ સતીશચંદ્રનું હિસ્ટરી ઓફ ઈન્ડિયન લોજિક” તથા “ ન્યાચપ્રવેશ બીજા ભાગની પ્રો. વિધુશેખર ભટ્ટાચાર્યની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org