Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સનમતિ પ્રકરણ એ ટીકા અને તે પછીનું જૈન સંસ્કૃત વાય સરખાવવાથી સ્પષ્ટ જાણું શકાય તેમ છે.
૧. શાબ્દિક સ્વરૂપ ગ્રંથના શાબ્દિક સ્વરૂપને લગતી નામ, ભાષા, રચનાશૈલી, પરિમાણ અને વિભાગ એ પાંચ બાબતો ઉપર અહીં વિચાર કરવો ધાર્યો છે.
નામ
પ્રથમના ચાર ભાગોની શરૂઆતમાં સવિતરણ અને પાંચમા ભાગમાં સન્મતિઘરા એવું નામ છપાયેલું જોઈ વાચકને એ પરિવર્તનનું કારણ જાણવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. સમેતિ એ નામના ઔચિત્ય વિષે સહજ શંકા હોવા છતાં પહેલાં તેની પસંદગી કરવા અને છપાવવાનાં ત્રણ કરાણે હતાં – (૧) સંપ્રદાયમાં વિદ્વાન ગણાતા દરેક સાધુને મેઢેથી સમ્મતિ એ એક જ નામનું સંભળાવું, (૨) લિખિત પ્રતિએના મોટા ભાગમાં સમ્મતિ એ નામને ઉલ્લેખ અને (૩) શ્વેતાંબર, દિગંબર સંપ્રદાયના પ્રાચીન ગ્રંથે ઉપરાંત છેલ્લામાં છેલ્લા ઉપાધ્યાય યશોવિજયજી જેવાના ગ્રંથમાં આપેલ અવતરણોમાં પણ “સમ્મતિ” એવા ઉલ્લેખનું નજરે પડવું.
જે પુષ્ટ પ્રમાણને લીધે પાછળથી નામ બદલી છપાવવાનો ઈરાદે થયો, તે એ છે કે, ૧૫૦ધનંજયનામમાલામાં મહાવીરનાં અનેક નામેમાંનું એક નામ સન્મતિ છે. આ વાત જાણમાં આવતાં જ પ્રથમના સમ્મતિ નામના ઔચિત્ય વિષે જે શંકાઓ આવતી, તે દૂર થઈ ગઈ અને એમ લાગ્યું કે ગ્રંથકારને ખરું નામ રમતિ એ જ અભિપ્રેત હોવું જોઈએ. કારણ કે એક બાજુ એ નામ મહાવીરનું વાચક હોઈ ગ્રંથને મહાવીર સાથે સંબંધ દર્શાવે છે, અને બીજી બાજુ
૧૫૦, ધનંજયનામમાલા:
सन्मतिर्महतिवीरो, महावीरोऽन्त्यकाश्यपः ।। ११६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org