Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૪૬
સન્મતિ પ્રકરણ " (૨) કોઈ પણ વિશિષ્ટ ગ્રંથકાર જ્યારે કાંઈ રચે છે ત્યારે તેને મુખ્ય ઉદ્દેશ પિતે માનેલી વિચાર૫રંપરાનું વિશેષત્વ બતાવવાનું હોય છે. એ વિચાર પરંપરા તદ્દન નવી નથી હોતી, છતાં વિશિષ્ટ ગ્રંથકાર તેમાં નવીનત્વ આણે છે. તેનાં કારણે આ પ્રમાણે – (F) પૂર્વની બધી વિરોધી અને અવિરેધી પરંપરાઓને અભ્યાસ, (૪) ઊંડું નિરીક્ષણ, (૪) ખંડન દ્વારા, વિરોધીઓના આક્ષેપના પરિવાર દ્વારા, કે સરખામણીદ્વારા પિતાની વિચારપરંપરાના વિશેષત્વનું સ્થાપન અને (૨) પ્રતિભા-જનિત નવી ગોઠવણી અગર નવું ફુરણ.
વેદ અને ઉપનિષદના અભ્યાસના પરિણામે મીમાંસાસુ જમ્યાં. પૂર્વની તર્કપરંપરાઓ, પદાર્થવિચારપરંપરાઓ અને સાધકના માર્ગોની પરંપરાઓના અભ્યાસને પરિણામે ન્યાય, વિશેષિક, સાંખ્ય અને યેગસૂત્રો જમ્યાં. આગમ અને પિટકના અભ્યાસના પરિણામે પાછલું જેન તથા બૌદ્ધ તર્કસાહિત્ય જગ્યું. નવસજન વખતે સર્જકને અમુક પૂર્વ પરંપરા વિષે બળવાન આદર હોય છે અને છતાં તેને તેમાં ઊણપ ભાસે છે. એ ઊણપ દૂર કરવાનું બળ તે પિતાનામાં જુએ છે, ત્યારે તે આજુબાજુ વહેતી વિચારધારાઓમાંથી અમુક ઉપાદાન લઈ, તેની સાથે પોતાની પ્રતિભા જોડી, પિતે ધારેલ સર્જન કરે છે અને ઘણી વાર તે પ્રતિષ્ઠિત બને છે. સિદ્ધસેન અને અભયદેવે એ જ કર્યું. એ મૂળકાર અને ટીકાકારના સમય વચ્ચે અંતર હતું તે પ્રમાણમાં પરિસ્થિતિ પણ જુદી હતી; વૈયક્તિક શક્તિભેદ ઉપરાંત લેકની માગણી પણ જુદી જુદી હતી. તેથી જ બન્ને ગ્રંથે વચ્ચે મૂળ – ટીકાનો. સંબંધ હોવા છતાં ગુરુ શિષ્યની જેમ મોટું અંતર પડ્યું છે. સમકાલીન ગ્રંથોનાં સને પણ ઘણી વાર દેશભેદ અને જરૂરિયાતભેદને કારણે ભિન્ન ભિન્ન પ્રકારનાં બને છે. પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના ઊંડા અભ્યાસ ઉપરાંત તે ભને ભાષામાં રચાયેલાં પોતપોતાના સમય સુધીનાં જૈન-જૈનેતર દર્શનની વિવિધ શાખાઓના દાર્શનિક ગ્રંથરાશિને. અભ્યાસ (જેને કાંઈક ખ્યાલ પરિશિષ્ટ નં૦ ૬ અને ૧૦ ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org