Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
મૂળ અને ટીકાગ્રંથને પરિચય માત્ર વિચાર કે માત્ર શબ્દરચના એ ગ્રંથ નથી, પણ વ્યવસ્થિત આખો પ્રમાણબદ્ધ વિચાર અને તેને દર્શાવનાર સમુચિત શબ્દવિન્યાસ એ બન્ને મળીને ગ્રંથ કહેવાય છે. અહીં મૂળ સન્મતિ અને તેની ટીકા એ અને પ્રસ્તુત ગ્રંથના શાબ્દિક અને આર્થિક સ્વરૂપને લગતી કેટલીક બબતોનો પરિચય કરીએ તે પહેલાં ત્રણ બાબતો સામાન્યપણે દર્શાવવાની છે: (૧) રચનાને ઉદ્દેશ (૨) પ્રેરક સામગ્રી; અને (3) રચનાની અસર.
(૧) જૈન દર્શનના પ્રાણરૂપ અને જૈન આગમની ચાવીરૂપ અનેકાંતદષ્ટિનું વ્યવસ્થિત રીતે નવેસર નિરૂપણ કરવું; તકશેલીએ તેનું પૃથક્કરણ કરી તાકિકેમાં તેની પ્રતિષ્ઠા સ્થાપવી; દશનાંતરમાં જૈન દર્શનનું સ્થળ શું છે, અથવા જૈન દર્શન સાથે દશનાંતરે શે સંબંધ છે, એ દર્શાવવું; અનેકાંતદષ્ટિમાંથી ફલિત થતા બીજા વાદની મીમાંસા કરવી; પિતાના સમય સુધીમાં દાર્શનિક પ્રદેશમાં ચર્ચાતા મુદ્દાઓને અનેકાંતદષ્ટિએ નિરૂપવા; અને પિતાને ફુરેલ નવીન વિચારણાએને પ્રાચીન તેમ જ પ્રતિષ્ઠિત અનેકાંતદષ્ટિના નિરૂપણનો આશ્રય લઈ વિદ્વાને સમક્ષ મૂકવી, એ મૂળગ્રંથની રચનાની પાછળ રહેલે મૂળકાર સિદ્ધસેનનો ઉદ્દેશ છે.
મૂળગ્રંથની રચનાના ઉપર કહેલ ઉદ્દેશ ઉપરાંત ટીકાની રચના પાછળ ટીકાકારનો ઉદ્દેશ જરા વધારે છે; અને તે એ કે પિતાના સમય સુધીમાં દાર્શનિક પ્રદેશમાં ચર્ચાયેલા અને વિકાસ પામેલા બધા જ વાદે વિષે લંબાણ અને ઊંડાણથી ચર્ચા – ખંડનમંડન કરી, તે દરેક વાદ પરત્વે જૈન મંતવ્ય દર્શાવવું અને એ રીતે અનેકાંતવાદની ચર્ચામાં નવા અનેક મુદ્દાઓને સમાસ કરી તેમાં વિશાળતા આવી.
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org