Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૪. મૂળ અને ઢીકાચથને પરિચય ૧૪૯ તે શ્રેષ્ઠ મતિ અગર શ્રેમતિવાળે એવો અર્થ શ્લેષ દ્વારા સૂચવી, ગ્રંથકર્તાનું યોગ્ય સ્થાન દર્શાવે છે. સન્મતિ એ મહાવીરવાચક નામ તેમનાં મુખ્ય સિદ્ધાંતના પ્રતિપાદક ગ્રંથ સાથે જેટલું વધારે બંધ બેસે છે, તેટલું સમ્મતિ નામ બંધ બેસતું નથી. આ ઔચિત્ય સ્પષ્ટ થતાં જ લિખિત પ્રતિઓમાં કેટલેક સ્થળે સમતિ એ ઉલ્લેખ મળે તેનો ખુલાસો થઈ ગયે અને એમ લાગ્યું કે ખરે પાઠ સન્મતિ જ હોવો જોઈએ.
સન્મતિના સ્થાનમાં સમ્મતિ એ પાઠ કેમ દાખલ થયે તેનો વિચાર કરતાં એમ લાગે છે કે, મૂળ ગ્રંથ પ્રાકૃતમાં હોઈ ગ્રંથકારે તેનું પ્રથમ નામ પ્રાકૃત જ જવું હોવું જોઈએ અને એવા પ્રાકૃત નામનો ઉલ્લેખ કવચિત મળે પણ છે. સરમત એ સંસ્કૃત રૂપનું પ્રાકૃત વ્યાકરણના નિયમ પ્રમાણે સરૂ એવું જ રૂપ બને છે. જ્યાં સુધી એ પ્રાકૃત નામ પ્રાકૃતરૂપે જ વ્યવહારમાં રહ્યું, ત્યાં સુધી તો તેમાં કશે જ ભ્રમ દાખલ ન થયે; પણ જ્યારે તેના ઉપરથી સંસ્કૃત રૂપ બનાવી વ્યવહાર કરવો શરૂ થયે, ત્યારે જેઓ મહાવીરનું સંસ્કૃત નામ સન્મતિ છે એવું નહોતા જાણતા, તેઓ માત્ર રૂ ના સ્થાનમાં જીત મૂકી સમ એ પ્રાકૃતના સ્થાનમાં સમત એવું જ સંસ્કૃત રૂપ સમજવા, બેલવા અને લખવા લાગ્યા. આ કારણથી સંસ્કૃત ભાષામાં પણ લેખકેને હાથે સમ્પતિ એવું રૂપ લખાવા લાગ્યું અને પરિણામે ઘણા વખતથી લિખિત પ્રતિઓમાં એ રૂપ મેટે ભાગે વપરાયું. તેનું એકંદર પરિણામ એ આવ્યું કે એક જ લિખિત પ્રતિમાં કેટલેક સ્થળે સમંતિ અને ક્યાંક સમતિ એવા બન્ને પાઠે દાખલ થયા અને સામાન્ય વ્યવહાર તેમજ બોલચાલમાં રમતિ એ એક જ નામ આવ્યું અને એ જ નામશ્રમમાં કારણ બન્યું. દિગંબરપરંપરામાં રમત એ નામ ભગવાન મહાવીરના એક નામ તરીકે પ્રાચીનકાળથી જ ૧૫૧વિશિષ્ટ ગ્રંથમાં પ્રસિદ્ધ હતું; તેથી જ્યાં તેમના સાહિત્યમાં પ્રસંગ આવ્યો છે, ત્યાં પ્રાયઃ સર્વત્ર સન્મતિ એવું એક જ રૂપ મળે છે.
૧૫૧. જુઓ મહાવીરચરિત્રના શ્લેક પહેલાને દિગંબરીચ હિદી અનુવાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org