Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૩૧
* ૨. મૂળકારને પરિચય વિવરણ કરેલી સન્મતિની ગાથાઓનો સરવાળે મૂકીએ, તો એમ જ કહેવું પડે કે વા યશોવિજયજીએ લગભગ આખા સન્મતિનું વિવરણ અને તેનો ઉપયોગ કર્યો છે. આ વાત પરિશિષ્ટ ન. ૩ જેવાથી સ્પષ્ટ થશે.
વાયશોવિજયજીના કયા કયા ગ્રંથ સન્મતિના કયા કયા કાંડને કેટકેટલા આભારી છે એનું સ્પષ્ટ દર્શન તે એમના ઉક્ત પરિશિષ્ટગત ગ્રંથ સાંગોપાંગ જોવાથી જ થઈ શકે; છતાં એ પરિશિષ્ટનું માત્ર અવલોકન અભ્યાસીઓને યશોવિજયજીના સન્મતિવિષયક ઊંડા અભ્યાસની પ્રતીતિ તો કરાવશે જ. યશોવિજયજીએ સન્મતિની ગાથાઓનું ક્રમે કે ઉત્ક્રમે કરેલું છૂટું પૂરું વિવરણ અને તે ઉપર દર્શાવેલા ભાવો એકત્ર કરી સન્મતિની સંક્ષિપ્ત ટીકાનું એક નવું સંસ્કરણ તૈયાર કરવાની વૃત્તિ અમે ચરિતાર્થ કરી શક્યા નથી; પણ કઈ ખંતીલે બુદ્ધિમાન વિદ્વાન એ પરિશિષ્ટ ઉપરથી એ કામ ઓછી મહેનતે કરી શકશે. જેમ યશોવિજયજી પછી જૈન વાડ્મયને વિકાસ થંભે છે, તેમ સિદ્ધસેનની કૃતિઓના અવેલેકનકાર અને અભ્યાસીઓને પ્રથમથી ચાલ્યો આવતો વિરલ પ્રવાહ પણ થંભી જાય છે.
' ૪. સિદ્ધસેન અને જૈનેતર આચાર્યો મધ્યકાળની અને અર્વાચીન કોઈ પણ વિશિષ્ટ દાર્શનિક કૃતિમાં તે તે દર્શનના સૂત્રધાર ગણાતા કણાદ, અક્ષપાદ, જમિનિ, બાદરાયણ વગેરે આચાર્યોને અને તેમના વિશિષ્ટ વ્યાખ્યાકારને એક યા બીજી રીતે પ્રભાવ ને હેય એ શક્ય જ નથી. એટલે સિદ્ધસેન જેવાની વિશિષ્ટ કૃતિઓમાં એ આચાર્યોના ગ્રંથને અભ્યાસ તરી આવે એ સ્વાભાવિક જ છે અને આપણે અત્યારે સિદ્ધસેનની ઉપલબ્ધ છેડી પણ કૃતિઓમાં એ આચાર્યોને વિચારપ્રવાહ મોટે ભાગે તેમના ૧૧૯નામ સાથે જ જોઈ શકીએ છીએ. તેથી અહીં એવા જૈનેતર આચાર્યો સાથે
૧૧. જુઓ ન્યાય, સાંખ્ય, વૈશેષિક આદિ દાર્શનિક ફાત્રિશિકાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org