Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૩૨
* સન્મતિ પ્રકરણ સિદ્ધસેનની સરખામણી કરવા ધારી જ નથી. જે કેટલાક ખાસ ખાસ જનેતર વિદ્વાનની કૃતિઓ સ્વરૂપની દૃષ્ટિએ, શૈલીની દષ્ટિએ, નામકરણની દૃષ્ટિએ અને ભાવનાની દૃષ્ટિએ સિદ્ધસેનને પિતાની કૃતિઓ રચવામાં પ્રેરક થયાની કલ્પના થાય છે, તે જ વિઠાની સાથે સિદ્ધસેનની સરખામણી અહીં અતિ ટૂંકમાં કરવા ધારી છે.
નાગાર્જુન, મૈત્રેય, અસગ અને વસુબંધુ નાગાર્જુન એ ઈ. સ. ના બીજા સૈકાનાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન
અને શુન્યવાદને સૂત્રધાર ગણાય છે. એની મમ્મકનાળુન કારિકા અને વિગ્રહવ્યાવર્તની કારિકા સિદ્ધસેને જોઈ
ન હોય એમ લાગે છે. કારણકે તેઓ પિતાની બત્રીશીમાં બૌદ્ધ વિદ્વાન દ્વારા પ્રતિષ્ઠા પામેલ મધ્યમ માર્ગને અપનાવવા તેના ખરા પ્રણેતા તરીકે મહાવીરને જ માની તે દ્વારા તેમની ૧૨°સ્તુતિ કરે છે એટલું જ નહિ પણું નાગાર્જુન દ્વારા પ્રતિષ્ઠિત થયેલ શૂન્યત્વની ભાવનાને પિતાના વિવક્ષિત અર્થમાં લઈ મહાવીર સાથે જોડી તેમની
સ્તુતિ કરે ૧૨૧છે. અને બુદ્ધનાં અનેક સાભિપ્રાય વિશેષણમાંના એક શુન્યવાદી વિશેષણને તેઓ પોતાના વિવક્ષિત અર્થમાં મહાવીર સાથે જેડી તેમની શુન્યવાદી તરીકે સ્તુતિ ૧૨૨કરે છે. શૂન્યત્વભાવનાની અને શુન્યવાદિવની પ્રતિષ્ઠા તેમજ મધ્યમ માર્ગનું મહત્વ એ મેટે ભાગે
ન્યવાદના પ્રતિષ્ઠપક મનાતા અને મધ્યમકકારિકાના રચયિતા નાગાર્જુનને આભારી છે. એ ધારણા સાચી હોય, તે સિદ્ધસેનની
સ્તુતિઓમાંના ઉક્ત ઉલ્લેખો તેમના ઉપર નાગાર્જુનની કૃતિઓના પડેલ પ્રભાવનું અનુમાન કરાવવા માટે બસ છે.
૧૨૦. જુઓ દ્વાવ ૩. ૫. ૧૨૧. શ૦ ૩, ૨૦. ૧૨૨. દ્વા૨ ૩, ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org