Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળકારને પરિચય
૧૨૭ પિતાના મત સાથે સન્મતિના વકતવ્યને કશે જ વિરોધ નથી એમ પણ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. એથી જણાય છે કે તેમના સમય સુધીમાં દિગમ્બર ૫રં૫રામાં પણ સન્મતિનું પ્રામાણ્ય સ્વીકૃત થઈ ગયું હતું.
“ધવલા માં (પૃ. ૧૫) સન્મતિ (૧.૬)ની હવે ઈત્યાદિ ગાથા સન્મતિના નામ સાથે ઉદ્ધત કરીને તેની સાથે પિતાના મંતવ્યને કેવી રીતે વિરોધ નથી તેનું સ્પષ્ટીકરણ કર્યું છે; એ જ વસ્તુને ફરી પણ સિદ્ધસેનના નામ સાથે ઉકત ગાથાને ઉદ્દત કરીને “જયધવલામાં” (પૃ. ૨૬૧) વિશેષરૂપે સ્પષ્ટ કરી છે. એ બતાવે છે કે આચાર્ય સિદ્ધસેનના મન્તવ્યને તે સમયમાં દિગંબર પરંપરામાં પણ કેટલું મહત્ત્વ હતું. વળી ઉક્ત બન્ને સ્થળોએ આચાર્ય સિદ્ધસેનના સન્મતિને સૂત્ર (સમડ઼સુત્ત) કહ્યું છે, તે બતાવે છે કે એ ગ્રન્થ સૂત્રકેટિનો ગણાતો હતો. વિદ્યાનંદી પણ અકલંક જેવા જ પ્રસિદ્ધ અને પ્રકાંડ દિગંબર
આચાય છે. તેમણે તે અકલંકે કરી હોય તે વિઘાનંતી કરતાં વધારે સિદ્ધસેનની કૃતિઓની ઉપાસના કરી
હેય તેમ લાગે છે. કારણ કે તેઓ પોતાના ૧૧૦શ્લેકવાર્તિકમાં માત્ર સન્મતિની ગાથા ટાંકીને જ સંતોષ નથી પકડતા પણ ક્યાંક તેઓ સિદ્ધસેનના મતને સવિશેષ સ્વીકારે છે, તે ક્યાંક તેમના મતને વિરોધ કરતા હોય તેમ લાગે છે. પર્યાયથી ગુણ જુદો ન હોવાની વાતને સ્વીકાર અકલંક જેવો સમાન હોઈ તે તરફ
સન્મતિની ૧. ૧૧; ૧. ૧૨; ૧. ૧૩; અને પૃ૦ ૨૪૯ માં સન્મતિની ૧. ૧૫ થી ૧. ૨૦ સુધીની ગાથાઓ; પૃ૦ ૨૫૨-૨૫૩ માં સન્મતિની ગા. ૧. ૮; ૧. ૩૧ ઉદ્ધત છે. પૃ૦ ર૫૬ માં સન્મતિ ૧. ૯; અને પૃ. ૨૫૭ માં સન્મતિની ૧. ૨૮ ઈત્યાદિ અનેક ગાથાઓ જયધવલામાં ઉદ્ધત છે.
૧૧૦, પૃ. ૩જામાં સન્મતિના ત્રીજા કાંડની ૪૫ મી ગાથા ટાંકેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org