Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૨૫
૨. મૂળકારનો પરિચય બત્રીશીઓ વગેરે કૃતિઓમાંથી કીમતી પ્રેરણા અને મસાલે મેળવ્ય૧૩ છે. આ વાત એ બન્ને આચાર્યોની કૃતિઓ સરખાવવાથી સ્પષ્ટ જાણું શકાય તેમ છે. વદર્શનસમુચ્ચય તો બહુધા સિદ્ધસેનની દાર્શનિક બત્રીશીઓના અવકનની પ્રેરણાનું જ ફલ છે. ગંધહસ્તીએ પિતાની ૧૦*તવાર્થભાષ્યવૃત્તિમાં ક્રમવાદને પક્ષ
લઈ અભેદવાદી સામે જે કઠોર આક્રમણ કર્યું ધહસ્તી છે તે બહુધા સિદ્ધસેન દિવાકરને લક્ષી કર્યું હોય
એમ લાગે છે. છતાં એમના ઉપર દિવાકરના પાંડિત્યનો પ્રભાવ ખૂબ પડેલો હોય એમ લાગે છે; કારણ કે તેઓ પિતાની એ જ ભાષ્યવૃત્તિમાં અનેક સ્થળે સિદ્ધસેનનાં પસન્મતિગત અને ૧૦ બત્રીશીગત પદ્યો પ્રમાણરૂપે આદરપૂર્વક ટાંકે છે. આ મુદ્દો એટલું જણાવવા માટે બસ છે કે ગંભીર આચાર્યો અમુક બાબતમાં મતભેદ હેવા છતાં મતભેદ વિનાની બીજી બાબતમાં પિતાના પ્રતિપક્ષી પ્રતિદિત આચાર્યોનું પ્રામાણ્ય સ્વીકારી તેમને આદર કરતા.
અકલક, વીરમેન અને વિદ્યાનદી આ પ્રસિદ્ધ અને પ્રકાંડ દિગંબર આચાર્ય ઉપર સિદ્ધસેનને ભારે
પ્રભાવ પડેલ દેખાય છે. અકલંકે ૧૦૭રાજअकलंक વાતિકમાં સિદ્ધસેનની બત્રીશીમાંનું પદ્ય તે ઉદ્ધત
કર્યું જ છે, પણ પર્યાયથી ગુણ જુદો ન હોવા ૧૦૩. અનેકાંત જયપતાકામાં ચર્ચાયેલા વિષયનું મૂળ સન્મતિના ત્રીજા કાંડમાં છે. સન્મતિના પહેલા કાંડની ૪૩–૪૪ મી ગાથાને અનુવાદ શાસ્ત્રવાર્તાની ૫૦૫ અને ૫૦૬ મી કારિકામાં છે. પડદનસમુચ્ચયના મૂળમાં ચર્ચાયેલ વિષય સિદ્ધસેનની દાર્શનિક બત્રીશીઓમાં છે. ઇત્યાદિ.
૧૦૪. “ચાંfg વિત્ પveતમૂન્ય:' ઇત્યાદિ અ૦ ૧, ૩૧; પૃ૦ ૧૧૧.
૧૦૫. ૧, ૭ની તસ્વાભાષ્યવૃત્તિમાં પહેલા કાંડની ૨૧મી અને ૨૮મી ગાથાઓ ટાંકેલી છે. પૃ. ૫૩.
૧૦૬. ૧, ૧૦ની તસ્વાર્થભાષ્યવૃત્તિ પૃ૦ ૭૧. ૧૦૭, ૮, ૧ના સત્તરમા વાતિકમાં પહેલી બત્રીશીનું ત્રીશમું પદ્ય રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org