Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૨૯
સન્મતિ પ્રકરણ ધ્યાન ન આપીએ, તે પણ મૂળ બે નયોમાં ઉત્તરનની વહેચણને વિદ્યાનંદીએ કરેલે સ્વીકાર ૧૧૧સન્મતિના અવલોકનને આભારી હોય એવી કલ્પના થાય છે; કારણ કે એવી વહેચણી લૈવાતિકના આધારભૂત સર્વાર્થસિદ્ધિ કે રાજવાતિકમાં જણાતી નથી; અને પહેલવહેલી દિગંબરીય ગ્રંથમાં શ્લેકવાર્તિકમાં જ દેખાય છે. વિદ્યાનંદીએ નૈગમનય જુદો માનવા બાબત અને નયે છ નહિ પણ સાત જ હોવા જોઈએ એ બાબત જે ચર્ચા ૧૧૨કરી છે, તે સિદ્ધસેનના વનયવાદ સામે જ હેાય એમ લાગે છે; કારણ કે દિગંબરીય ગ્રંથોમાં ક્યાંય તે વનયવાદના સ્વીકારની વાત જ દેખાતી નથી. વિદ્યાનંદીનું વિશિષ્ટ અને વિસ્તૃત મયનિરૂપણ તેમના કહ્યા મુજબ ભલે ૧૧૩નયચક્રને આભારી હોય, છતાં એમાં સિદ્ધસેનના નયવિષયક વિચારોનો બહુ જ સ્પષ્ટ પડે છે. મલ્લાદીના કે બીજા જ કઈ આચાર્યના “નયચક્રના અભ્યાસના પરિણામરૂપ વિદ્યાનંદીને નિરૂપણમાં જે સપ્તભંગીઓના વિવિધ ભેદો પર વર્ણન છે, તેમાં સન્મતિના સપ્તભંગી પરિચયને થડે પણ ફાળો હોય એવી ધારણ રહે છે. વિદ્યાનંદીને સન્મતિને ખાસ પરિચય હતે એ વાત પાછળની બીનાથી સિદ્ધ થયા પછી ઉક્ત ધારણાની પુષ્ટિમાં વધારે કહેવાપણું રહેતું નથી. આ શીલાંક, વાદિવેતાળ શાંતિસૂરિ અને વાદિદેવ
આ ત્રણે સૂરિઓ સિદ્ધસેનની કૃતિઓના અભ્યાસી હતા અને તેમણે એ કૃતિઓમાંથી ઘણું પિતાની કૃતિઓમાં ઉતાર્યું છે એ વાત એમની પ્રસિદ્ધ કૃતિઓને જોતાં વેંત જ સ્પષ્ટ થઈ જાય છે. શીલાંકે
૧૧૧. ૧, ૩૩ ને શ્લોક ત્રીજે, તત્ત્વાર્થપ્લેકવાતિક પૃ૦ ર૬૮. ૧૧૨. ૧, ૩૩ ને શ્લેક ૧૭-૨૬, તત્વાર્થપ્લેક્વાતિક પૃ. ૨૨૯
૧૧૩. “તદોષT: પ્રશ્વન સંવિત્યા નયત: ” ૧,૩૩ને ૧૦૨ શ્લોક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org