Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળકારનો પરિચય
૧૫ ન હોય તે છેવટે વિદ્યાવિષયક ગુરુશિષ્યભાવ સંબંધ પણ હોય. આથી વિશેષ કલ્પના કરવાનું આ સ્થાન નથી. - ધમકીર્તિના ન્યાયબિંદુ ઉપરની ધર્મોત્તરની ટીકા ઉપર ટિપ્પણ લખનાર જે મહૂવાદી છે, તેઓ જે બૌદ્ધ હોવાનું ખાતરીલાયક પ્રમાણે ન મળે તો તે છેવટે પ્રસ્તુત મલવાદીથી જુદા અને તેમનાથી અર્વાચીન છે, કારણ કે તેઓ જે ધર્મોત્તરના ટિપ્પણકાર છે તે ધર્મોત્તર ડો. ૮સતીશચંદ્રને મતે નવમા સૈકામાં થયા છે. આ જેન પરંપરામાં જે જિનભદ્ર ભાષ્યકાર તેમજ ક્ષમાશ્રમણ
તરીકે પ્રસિદ્ધ છે અને જેમને હેમચંદ્રશ્રેષ્ઠ વ્યાખ્યાતા નિમત્ર તરીકે (સિદ્ધહેમ ર–૨–૩૯) નિર્દેશે છે તે જ
કથાવલી વગેરેના પ્રબંધમાં આવતા જિનભદ્ર અને પ્રસ્તુત છે. સિદ્ધસેન એ પ્રસ્તુત જિનભદ્રથી પૂર્વવતી છે, એ પરંપરાગત વાત સાચી હવા વિષે પહેલાં કહેવામાં આવ્યું છે. જિનભદ્રની ઉપલબ્ધ કેટલીક કૃતિઓમાંની પ્રસિદ્ધ “વિશેષણવતી” અને “વિશેષાવશ્યકભાષ્ય ” એ બે કૃતિઓ સાથે સન્મતિની સરખામણું અહીં ટૂંકમાં આપવામાં આવે છે. પ્રસ્તુત બને આચાર્યોના પૌર્વાપર્યને વિચાર કરવામાં અને બીજી ઘણી બાબતોમાં આ સરખામણ અભ્યાસીઓને ખાસ ઉપયોગી નીવડશે. સરખામણું ટૂંકમાં ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે :- ૧.
અવિકલ અગર સહેજ ફેરફારવાળી ગાથાઓ; ૨. પદ, વાક્ય અને વિચારનું સમાનપણું; અને ૩. વાદિપ્રતિવાદિભાવ. - ૧. સન્મતિ કાં ૩ ની નલ્થિ પુઢવી વિરલ ઈ. (ગા. પર) અને રૉહ વિ નgfટુ ની (ગા૦ ૪૯) આ બે ગાથાઓ જરા પણ ફેરફાર વિના જ અવિકલરૂપે વિશેષાવશ્યકભાષ્યના ૨૧૦૪ અને ૨૧૯૫ નંબર ઉપર અનુક્રમે આવેલી છે. ભાષ્યના ટીકાકાર એ બે ગાથાઓ અસલમાં ભાષ્યની જ છે કે અન્ય સ્થળથી ઉદ્ધત છે એ વિષે કાંઈ જ સૂચન કે
૮૮. હિસ્ટરિ ઑફ ઇડિયન લૅજિક પૃ. ૩૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org