Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ
115
વિચાર કરતા નથી. તેઓ એ ગાથાઓને ભાષ્યની સમજીને વ્યાખ્યા કરતા હોય એમ લાગે છે. પણ ખારીકીથી પરીક્ષણુ કરતાં જણાઈ આવે છે કે, એ ગાથાએ ભાષ્યકારે પોતાના કથનની પુષ્ટિમાં કયાંયથી લઈ ટાંકેલી છે. એક વાર મૂળમાં સ ંવાદરૂપે દાખલ થયેલાં પદ્મો પાછળથી મૂળનાં જ સમજાયાને ઇતિહાસ ખાસ કરી પદ્યબંધ કૃતિમાં બહુ મળી આવે છે.૮૯ એ એ ગાથાએ અસલમાં સન્મતિની હોવી જોઇ એ એવી સંભાવના માટે અહીં એ દલીલા મુખ્ય છે. પહેલી એ કે, સન્મતિ સિવાય ખીજા કાઈ ગ્રંથમાં એ બે ગાયા હજી જોવામાં આવી નથી; અને ખીજી એ કે, સન્મતિમાં એ એ ગાથાએ બરાબર અંધ બેસતી અને પ્રકરણપ્રાપ્ત છે, ત્યારે વિશેષાવશ્યકભાષ્યમાં તેમ નથી; કારણ કે, એ એ ગાથાઓમાં જે જે વાત કહેવામાં આવી છે, તે વાતો એ ગાથાઓની પહેલી ગાથાઓમાં અર્થાત અનુક્રમે ૨૧૦૩ અને ૨૧૯૪માં આવી જાય છે. પ્રસ્તુત બે ગાથાઓને સાંવાદિક અને અન્ય ગ્રંથથી ઉદ્ધૃત માનવામાં ન આવે, તે ભાષ્યમાં પુનરુક્તિ જ ૦
૮૯, શાસ્ત્રવાર્તા'ના સ્તબક ત્રીજામાં ખીન્ને અને ત્રીજો શ્લાક અન્યકતૃ ક છે. પરંતુ અપરીક્ષક વાંચનારને એ મૂળરૂપે સમાય તેવું છે.
‘તત્ત્વસ’ગ્રહ’માં ૯૧૨ થી ૯૧૪ સુધીની કારિકાએ ભામહની છે અને ત્યાર પછીની કેટલીક કારિકાએ કુમાલિની છે. પરંતુ માત્ર મૂળ જોનારી એને મૂળની જ સમજે એવું છે.
૯૦. કારણકારગત દ્રવ્યકારણના વિચારના પ્રસગે ભાષ્યમાં (૨૦૯૮ થી ૨૧૧૮) જે ૨૧ ગાથાએ કહેવામાં આવી છે, તેમાં ૨૧૦૩ ગાથા સુધીમાં તદ્રવ્યકારણ અને અન્યદ્રષ્યકારણના વિચારના ઉપસંહાર થઈ જાય છે. અને ૨૧૦૫ મી ગાથાથી નિમિત્ત અને નૈમિત્તિક કારના વિચાર, શરૂ થાય છે. ઉપસ’હાર અને આ વિચારની વચ્ચે જે આ ૨૧૦૪ મી ગાથા છે, તેના બરાબર મેળ બેસનેા નથી. વળી ૨૧૦૯ થી ૨૧૧૧ ગાથા સુધીમાં ૨૧૦૪ મી ગાથામાં કહેલા ભાવ સિદ્ધાંત તરીકે મૂકવામાં આવ્યે છે. એથી પણ આ ૨૧૦૪ મી ગાથા વધારાની છે. અને ૧૫મી ગાયાના ગાથામાં સ્પષ્ટપણે આવી જાય છે.
ભાવ
૨૧૯૪ મી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org