Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળફારને પશ્ચિય એક બાજુ સ્વયંભૂસ્તંત્ર અને આપ્તમીમાંસા અને બીજી બાજુ બત્રીશીઓ, ન્યાયાવતાર અને સન્મતિતક સરખાવતાં વસ્તુગત સામ્ય. પુષ્કળ દેખાય છે; છતાં અહીં બહુ જ ટૂંકમાં તેનું સૂચન કરવામાં આવે છે.
૧. સ્વયંભૂસ્તોત્ર શ્લ૦ ૬૨ માં નયને ગૌણ-પ્રધાન-ભાવે સામાન્ય વિશેષમાતૃક જણાવી જે વાત કહેવામાં આવી છે, તે જ વાત, બધા નો વ્યાસ્તિક અને પર્યાયાસ્તિકપ્રકૃતિક છે એ સન્મતિ કાંડ ૧, ગા૦ ૪-૫ ના કથનમાં આપેલી છે. ૨. સ્વયંભૂસ્તોત્ર ૧૧૪ માં આગમપ્રસિદ્ધ ત્રિપદીના કથનને સર્વજ્ઞના લક્ષણ તરીકે વર્ણવેલ છે; એ જ ભાવ સન્મતિ કાં ૩, ગા૦ ૩ પ્રતીત્યવચનના નિરૂપણને છે. ૩. અનેકાંતવાદમાં દષ્ટાંતનું સાદગુણ્ય અને એકાંતવાદમાં તેનું વૈગુણ્ય છે એ વાત સ્વયંભૂસ્તોત્ર શ્લેક. ૫૪ માં અને સન્મતિ ગા૦ ૫૬ માં એક જેવી છે. ૪. પ્રત્યેક નયની યથાર્થતા અને અયથાર્થતા કેવી કેવી રીતે છે એ વાત આપ્તમીમાંસા ૧૦૮ અને સન્મતિ કાં. ૧, ગા. ૧૩-૧૪માં છે. ૫. સન્મતિ કાં ૧. ગા૦ ૩૬-૪માં સપ્તભંગીવાદ નયપ્રસંગે ટૂંકમાં ચર્ચો છે; તે વાદ આપ્તમીમાંસા બ્લેક ૯ માં વ્યાપકરૂપે લઈ તેમાં અનેક વિધી મનાતાં મંતવ્યોને સમન્વય અનેકાંત દષ્ટિએ કરવામાં આવ્યો છે. ૬. સ્વયંભૂસ્તોત્ર શ્લ૦ પર માં પ્રમાણ અને નયનું સ્વરૂપ દર્શાવ્યું છે, તેવું સ્વરૂપ ન્યાયાવતાર શ્લોક ર૯ માં વ્યક્ત કરવામાં આવ્યું છે. ૭. સત અસત, નિયત્વ અનિત્યત્વ, એકત્વ અનેકવ, સામાન્ય વિશેષ આદિ જે પરસ્પર વિરોધી મનાતા પક્ષે દાર્શનિક પ્રદેશમાં પહેલેથી વિવાદ ધારણ કરતા આવ્યા છે, તેમને સમન્વય સમંદ્ર અને સિદ્ધસેને અનેકાંતના સમર્થન તરીકે પોતપોતાની કૃતિઓમાં પ્રસંગ આવતાં એકસરખો કરેલો છે. ૮. કાર્યકારણને, ગુણ ગુણીનો.' અને સામાન્ય વિશેષને એકાંત ભેદ કે એકાંત અભેદ નથી એ વાત આપ્તમીમાંસા ૦ ૬૧-૭૨ માં અને સન્મતિના ત્રીજા કાંડમાં સમાન છતાં પિતાપિતાની ઢબે બને આચાર્યોએ સ્થાપી છે. ૯, હેતુવાદ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org