Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સમતિ પ્રકરણ જૈન પરંપરાઓ સિદ્ધસેન દિવાકરને વૃદ્ધવાદીને શિષ્ય માને છે.૧૧ આ પરંપરા તપાસીએ.
સ્કંદિલાચાય. જેમાં પ્રસિદ્ધ માથુરી આગમવાચવાના પ્રણેતા હતા. આ વાચના જૈન પરંપરા પ્રમાણે વર નિર્વાણ સંવત ૮૪માં થઈ એટલે કે સ્કંદિલાચાર્યને સમય વિ. સં. ૩૭૦ની આજુબાજુને ગણાય. સિદ્ધસેન દિવાકર સ્કંદિલાચાર્યની બીજી પેઢીએ આવે છે. એટલે વિક્રમને ચોથે અને પાંચમે સકે સિદ્ધસેનને સ્પર્શે છે. જેના પરંપરાના આધારે. સિદ્ધસેન દિવાકરને વિક્રમના ચોથા-પાંચમા સૈકામાં મૂકવામાં બીજી કોઈ ચોક્કસ અતિહાસિક બીનાને વધે આવે કે નહિ તે તપાસીએ.
ઉપર આપણે જોયું કે નિશ્ચિત સમયવાળા ગ્રંથોમાં આવતા ૧૨ ઉલ્લેખને આધારે સિદ્ધસેન દિવાકરને આપણે વિક્રમના આઠમાં સૈકાના
૧૧. જુઓ આગળ “જીવનસામગ્રી” એ મથાળા નીચે પ્રબંધને સાર.
૧૨. આચાર્ય હરિભક પિતાના ગ્રંથમાં તત્ત્વસંગ્રહકાર શાંતિરક્ષિતને ઉલ્લેખ કરે છે. એને સમય વિક્રમને આઠમો સંકે નિર્ણત જ છે. એ તત્વસંગ્રહકાર ‘સ્યાદ્વાદપરીક્ષા” ( કારિકા ૧૨૬૨ વગેરે) અને “બહિરર્થપરીક્ષા” (કારિકા ૧૯૪૦ વગેરે)માં સુમતિ નામક દિગંબરાચાર્યના મતનું સમાલોચન કરે છે અને એ જ સુમતિએ આ સન્મતિ ઉપર વિવૃતિ કરી છે એવા સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. એમને એક ઉલ્લેખ વાદિરાજસૂરિના પાર્શ્વનાથ ચરિત્રના આરંભમાં અને શ્રવણબેલ્ગોલાની મલ્લિણ પ્રશસ્તિમાં છે. અને બીજો બહક્રિપનિકામાં સમતિની વૃત્તિ અન્યકતૃક છે એમ કરીને લખેલો છે. આ સુમતિનું બીજું નામ સન્મતિ પણ છે. તેને લગતા ઉલેખ આ પ્રમાણે છે:
नमः सन्मतये तस्मै भवकूपनिपातिनाम् । सन्मतिविवृता येन सुखधामप्रवेशिनी ॥ सुमतिदेवममुं स्तुत येन वः सुमति सप्तकमाप्ततया कृतम् । - परिहृतापदतत्त्वपदाथिनां सुमतिकोटिवित्ति भवात्तिहृत् ॥
આ ઉપરથી પણ સિદ્ધસેનના નિર્ણત કરેલા પાંચમા સૈકાના સમયને વિશેષ સંવાદ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org