Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સામતિ પ્રકરણ ખાતામાં રાખી તેમાંથી સાધર્મિકોને મદદ આપી અને ચિત્યને ઉદ્ધાર કર્યો. .
કયારેક તે સિદ્ધસેન ઉજૈનીથી ચિત્રકૂટ તરફ વિચર્યા. ત્યાં તેમણે પહાડની એક બાજુએ એક થાંભલે જે. એ થાંભલો પથ્થર, લાકડું કે માટીને ન હતે. સિદ્ધસેનને વિચાર કરતાં લાગ્યું કે, એ તો ઔષધિઓનાં ચૂર્ણો ઉપરથી બનેલ છે. તેથી તેમણે બુદ્ધિબળથી તે સ્તંભના ગંધ, રસ અને સ્પર્શની પરીક્ષા કરી અને છેવટે એ ઔષધિઓની વિરોધી બીજી ઔષધિઓ લાવી તેને ઘસી થાંભલામાં કાણું પાડ્યું. એટલે તેમાં તેમને હજારે પુસ્તક નજરે પડ્યાં. તેમાંથી એક પુસ્તક લઈ, તેમાંથી એક પાનું ઉઘાડી તેમણે તેમાંથી એક લીટી વાંચી. તેટલામાંથી સુવર્ણસિદ્ધિગ અને સરસવમંત્ર (સૈન્ય સરજવાની વિદ્યા) એ બે પ્રાપ્ત થયાં. આગળ તે પુસ્તક આનંદભેર સૂરિ વાંચતા જ હતા, તેટલામાં શાસનદેવીએ ગ્યતા ન જણાયાથી તે પુસ્તક સૂરિની પાસેથી હરી લીધું.
ત્યાર બાદ સૂરિ ત્યાંથી પૂર્વ દેશના પર્યત ભાગ – છેડા તરફ વિચર્યા, અને કર્માર નામના નગરમાં પહોંચ્યા. ત્યાં દેવપાલ નામને રાજા હતો, તેણે સૂરિનું સ્વાગત કર્યું. સૂરિએ તે રાજાને ધમકથાથી બેધ પમાડ્યો અને સખા બનાવ્યા. ક્યારેક વિજયવર્મા નામના કામરુ દેશના રાજાએ તે દેવપાલ ઉપર ચડાઈ કરી અને મોટા જંગલી સૈન્ય દ્વારા તેને ઘેરી લીધે. આથી ગભરાઈ દેવપાલ સૂરિને શરણે ગયો અને કહ્યું કે, “તમે જ હવે શરણ છે. દુમનનું તીડ જેવું સૈન્ય મારા નાનકડાશા ખજાના અને નાનકડાશા સૈન્યને નાશ કરશે.” આ સાંભળી સૂરિએ દિલાસો આપ્યું કે, “હે રાજન તું ડર મા, હું ઈલાજ કરીશ.” સૂરિએ સુવર્ણસિદ્ધિગથી પુષ્કળ દ્રવ્ય અને સર્ષ પવિઘાથી મોટું સૈન્ય સર્યું. એની મદદથી દેવપાલે પિતાના શત્રુને હરાવ્યા. દેવપાલે મળેલી મદદથી ખુશ થઈ સૂરિને દિવાકર પદથી સંબોધ્યા. તે એવા આશયથી કે શત્રુભયરૂપ અંધકારને દૂર કરવામાં સૂરિએ દિવાકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org