________________
૧૦૨
સન્મતિ પ્રકરણ શિષ્ય સિદ્ધસેનની વૃત્તિમાંનાં જ છે અથવા તેની સાથે બંધ બેસે છે.
ઉક્ત પ્રમાણેથી એ તો નક્કી જ છે કે ગંધહસ્તી એ ભાસ્વામિશિષ્ય સિદ્ધસેન ગણી છે. ગંધહસ્તીને ઉલ્લેખ નવમા સૈકાના ૭૪શીલાંકની આચારાંગ ટીકાથી જૂનો હજી અમારા જેવામાં નથી આવ્યો. ત્યારે દિવાકરનો ઉલ્લેખ શીલાંકથી કાંઈક પૂર્વવત યાકિનીસૂનુ હરિભદ્રના ગ્રંથમાં થયેલું નજરે પડે છે.
- સિદ્ધસેન દિવાકરનું કુમુદચંદ્ર ઉપનામ હતું એ વાત આપણે પ્રભાવકચરિત્રથી જૂના બીજ કેઈ ગ્રંથમાંથી જાણી શકતા નથી. સાચું કે ખોટું જ્યારે પ્રભાવક ચરિત્રકારના જાણવામાં આવ્યું કે “કલ્યાણમંદિર સ્તોત્ર એ તો સિદ્ધસેન દિવાકરની કૃતિ છે, ત્યારે તેમણે દિવાકરની કૃતિઓમાં કલ્યાણુમંદિરને દાખલ કર્યું અને સિદ્ધસેન દિવાકરનું કુમુદચંદ્ર પણ નામ હતું એવું વર્ણન કર્યું. કલ્યાણુમંદિર એ સિદ્ધસેન દિવાકરની કૃતિ છે આ બાબત હજી તદ્દન સંદેહાસ્પદ છે. તેમ છતાં થોડી વાર એમ માની લઈએ કે એ સ્તોત્ર પણ દિવાકરનું જ છે, તોયે તેટલા માત્રથી દિવાકરનું કુમુદચંદ્ર નામ હતું એમ ખાતરીપૂર્વક કહેવાને કશે. જ સબળ આધાર નથી. જે એમનું કુમુદચંદ્ર જેવું શ્રુતિપ્રિય નામ હેત, તે જૂના કેઈને કેાઈ ગ્રંથમાં દિવાકરની જેમ એ શ્રુતિપ્રિય વિશેષણની સાથે પણ એમની નિશ્ચિત કૃતિ અગર એ કૃતિઓમાંનાં અવતરણને ઉલ્લેખ અવશ્ય થાત. તેથી અમને અત્યારે એમ લાગે છે કે દિવાકરનું કુમુદચંદ્ર નામ મૂળમાં ન જ હતું.
૮, ૯ અને ૧૦ આ ત્રણે પ્રશ્નો પર કાંઈ આધારવાળું કહી શકાય એવી સામગ્રી અત્યારે પ્રાપ્ત ન હોવાથી, તેમને વિચાર મુલતવી
૩. સિદસેન અને ઈતર આચાર્યો સિદ્ધસેનના માનસને કાંઈક ખ્યાલ લાવવા, તેમના યુગ વિષે કાંઈક સૂચન મેળવવા, તેમની કૃતિઓમાં પૂર્વકાલીન ગ્રંથમાંથી કયા - ૭૪. આચારાંગ ટીકા પૃ૦ ૧ તથા ૮૨ ની શરૂઆત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org