Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ
૧૦૬
આત્માના કતૃત્વ, ભાતૃત્વ, અમૂર્તી અને પરિમાણુ આદિ પરત્વે જૈનદર્શનનું વિશિષ્ટ મંતવ્ય શું છે તે પચાસ્તિકાય, અ૦ ૧, ગા૦ ૨૭ માં છે; એ જ રીતે સન્મતિ કા૦ ૩, ગા૦ ૫૪-૫૫માં પણ આત્મસ્વરૂપને લગતા છ મુદ્દા જૈન દૃષ્ટિએ નક્કી કરી વણુવવામાં આવેલા છે. સિદ્ધસેનના મનાતા સન્મતિના (કાં૦ ૨, ગા૦ ૩૨) શ્રદ્ધા—દર્શન અને જ્ઞાનના એકચવાદનું બીજ કુંદકુંદના · સમયસાર ’ ગા૰૧-૧૩ માં સ્પષ્ટ છે. ફેર એટલેા છે કે, સિદ્ધસેને શ્રદ્ઘાત્મક દર્શન અને જ્ઞાનના એકય ઉપરાંત એ અકચને સામાન્ય મેાધરૂપ દર્શન અને જ્ઞાનના પ્રદેશમાં પણ સન્મતિ કાં૦ ૨ માં બહુ જ કુશળતાથી લખાવી સ્થાપ્યું છે. ગુણુ અને ગુણીના ભેદ તથા અભેદ વિષે દશનાંતરાની માન્યતા સામે જૈન દર્શન શું મત ધરાવે છે, એ વાત પોતપાતાની ઢબે કુંદકુંદે ‘પંચાસ્તિકાય' અ॰ ૧, ગાં૦ ૪૮-પર અને સિદ્ધસેને સન્મતિ કાં ૩, ગા॰ ૮ થી ૨૪ માં ચચી છે.
.
-
<
૪. કુંદકુંદના વક્ત કરતાં સિદ્ધસેનના વક્તવ્યમાં દેખાતા એ ફેરફાર અહીં નેાંધવામાં આવે છે, જે ખાસ ધ્યાન ખેંચે એવા છે. કુંદકુંદે સ્વસમય અને પરસમય શબ્દને અથ` તદ્દન આધ્યાત્મિક દૃષ્ટિએ એવા કર્યો છે કે, જે સ્વપર્યાંય તે સ્વસમય અને જે પરપર્યાય – પૌલિક પર્યાય તે પરસમય. (પ્ર૦ સા॰ ૧, ગા॰ ૧-૨ અને · સમયસાર ’ ૧, ગા૦૨.) ત્યારે સિદ્ધસેન એ આધ્યાત્મિક દૃષ્ટિ છેડી પેાતાના યુગ અને સ્વભાવને અનુરૂપ દાર્શનિક દૃષ્ટિએ સ્વસમય પરસમય શબ્દના અર્થ વણુ વે છે. તે કહે છે કે સ્વસમય એટલે સ્વન અને પરસમય એટલે પરદન. જેટલા નમવાદો તેટલા જ પરસમયેા. સન્મતિ કાં ૩, ગા૦ ૪૭ તથા ૬૭. ખાસ મહત્ત્વને અને સૌથી વધારે વિચારવા જેવા ફેરફાર કે જેતે સુધારા કહી શકાય, તે એ છે કે, કુંદકુંદ અને ઉમાસ્વાતિ જેવા આચાર્યોંએ આગમને આધારે દ્રવ્યનું લક્ષણુ આંધવામાં ગુણ અને પર્યાય બન્ને વસ્તુઓને જુદી જુદી માની તે મુજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org