Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૦૪
સન્મતિ પ્રકરણ પિતાના વક્તવ્ય માટે ખોરાક મેળવે છે ખરા, પણ આગમસિદ્ધ વસ્તુને તેઓ તકની કસોટીએ ચડાવી શકાય એવી રીતે જ ઝીણવટથી વર્ણવે છે. એટલે તેમની રચનાને આગમાશ્રયીકતાર્કિક શૈલીવાળી કહેવી જોઈએ. સમંતભદ્રની રચના પણ સિદ્ધસેનની રચનાની કટિમાં આવે છે. બે ચાર સૈકામાં ભારતીય દંશંનસાહિત્યે જે ઊંડાણ મેળવ્યું અને જૈન પરંપરામાં જે દાર્શનિક અભ્યાસની ખિલવટ થઈ તે જ કુંદકુંદ અને ઉમાસ્વાતિ તથા સિદ્ધસેન અને સમંતભદ્રની રચનાશૈલીના ભેદનું કારણ છે. કુંદકુંદની અને ઉમાસ્વતિની કૃતિઓ સાથે સિદ્ધસેનની કૃતિએની સરખામણીનું જે ટુંક સૂચન નીચે કરવામાં આવે છે, તે ઉપરથી એવી સંભાવના થઈ આવે છે કે, બહુધા કુંદકુંદ અને ઉમાસ્વાતિની કૃતિઓ સિદ્ધસેનના જોવામાં આવી હશે. કુંદકુંદની કૃતિઓની સરખામણું મુખ્યપણે ચાર ભાગમાં વહેચાઈ
જાય છે: ૧. શાબ્દિક સામે, ૨. શૈલી સામ્ય, ૩. શું શું વસ્તુસામ્ય અને ૪. સુધારો યા ફેરફાર.
૧. કુંદકુંદ “પ્રવચનસાર અ. ૧ ગા૨ ૧૫-૧૬માં “સ્વયં”” શબ્દની વ્યાખ્યા પિતાની ઢબે આપી, તે શબ્દને સ્વસંમત સર્વસ વીતરાગદેવના અર્થમાં લાગુ પાડે છે. સિદ્ધસેન પણ પિતાની પહેલી જ
સ્વતિના ૭૭પ્રથમ પદ્યમાં ૭૮સમંતભદ્રની જેમ “સ્વયંભૂ” શબ્દ સ્વમાન્ય દેવ અર્થમાં જ વાપરે છે.
૨. “પંચાસ્તિકાય ની અ. ૧, ગા. ૧રમી અને સન્મતિની કાંટ ૧ ગા. ૧રમીનું પૂર્વાર્ધ લગભગ સમાન જ છે. “પુષ્પવિનુવં ફેવું શ્વવિગુત્તા જ પાયા નત્યિ .” – પંચા. “પક્ઝવર્થ વિકત્તા જ પન્નવા સ્થિ” – સન્મ. “રજ વિના TV ૭૬. દા. ત. સન્મતિનું બીજું કાંડ ગાથા ૧૮ મીથી. ૭૭. “સ્વમુવં મૃતસત્રનેત્રમ્” ઈત્યાદિ. ૭૮. “વયમૂવા મૂર્તિને મૂત” ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org