Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૦૮
पूज्यपाद
સન્મતિ પ્રકરણ
પૂજ્યપાદ અને સંમતભદ્ર સિદ્ધસેનના વિચારમાં પૂજ્યપાદ દેવનંદીને અહીં પ્રસ્તુત કર્યા છે
તે સરખામણીની નહિ પણ બીજી જ દૃષ્ટિથી. તે દષ્ટિ એટલે પૌર્વાપર્યની દૃષ્ટિ. પૂજ્યપાદે પિતાના
વ્યાકરણમાં બ્રાહ્મણ અને બૌદ્ધ વૈયાકરણનું અનુકરણ કરી સ્વમાન્ય જન આચાર્યોનું સંસ્કૃતજ્ઞ વિદ્વાન તરીકે વિશિષ્ટ સ્થાન અંકાવવા સમંતભદ્ર અને સિદ્ધસેન એ બે આચાર્યોને ઉલ્લેખ કર્યો છે. જે દૃષ્ટિએ એ ઉલ્લેખ થયેલ છે તે જોતાં અને પૂજ્યપાદના સમયને વિચાર કરતાં વધારે સંભવ એવો જ લાગે છે કે, ઉદ્વિખિત સમતભદ્ર અને સિદ્ધસેન એ બીજા કેઈ નહિ પણ સ્તુતિકાર તરીકે પ્રસિદ્ધ જ સમંતભદ્ર અને સિદ્ધસેન હેવા જોઈએ. જે આ કલ્પના બાધિત ન હોય, તે એ બને સ્તુતિકારે વિક્રમના છઠ્ઠા સૈકા પહેલાં કયારેક થયા છે એમ ફલિત થાય છે. અને જ્યારે પૂજ્યપાદે એ બને સ્તુતિકારેને અમુક દૃષ્ટિએ ઉલ્લેખ કર્યો છે, ત્યારે એ તે સ્વાભાવિક જ છે કે, પૂજ્યપાદના અવલોકનમાં એ બને સ્તુતિકારોની કૃતિઓ આવેલી હોવાથી તેમની કૃતિઓને કેઈ પણ પ્રકારનો પ્રભાવ પૂજ્યપાદની કૃતિઓમાં ઊતરેલો હોવો જોઈએ. સમંતભદ્રની સાથે સિદ્ધસેનની સરખામણું બીજા કોઈ પણ
આચાર્ય સાથેની સરખામણી કરતાં વધારે મહત્ત્વ समंतभद्र ધરાવે છે. તે પાંચ દષ્ટિએ - ૧. બન્નેનું પૌર્વાપર્ય
તપાસવાની દષ્ટિ; ૨. બન્નેમાંથી કેઈ એકને બીજા ઉપર પ્રભાવ ન પડ્યો હોય તો અન્ય કઈ વ્યક્તિનો અગર કયા પ્રકારના વાતાવરણને બન્ને ઉપર સમાન પ્રભાવ પડ્યો છે એ જોવાની દૃષ્ટિ; ૩. બનેના પાંડિત્ય અને કાર્યપ્રદેશને તરતમભાવ આંકવાની દૃષ્ટિ; ૪. બને
૮૨. “ ચતુષ્ટયે સમસ્ત મદ્રસ્થ ” ૫-૪-૧૪૦.
નૈઃ સિદ્ધસેન ” પ-૬-૭ નેવ્યા
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org