Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળકારને પરિચય
૧૦૧ એક બાજુ દિગંબરાચાર્ય પ્રસિદ્ધ સ્તુતિકાર સ્વામી સમંતભદ્ર એ જ ગંધહસ્તી છે, અને તેમણે “તત્વાર્થ”ઉપર રચેલ ભાષ્ય એ જ ગંધહસ્તિમહાભાષ્ય છે, એવી માન્યતા અત્યારે દિગંબરસંપ્રદાયમાં બંધાયેલી સામાન્ય રીતે નજરે પડે છે અને બીજી બાજુ વૃદ્ધવાદિશિષ્ય દિવાકર એ ગંધહસ્તી છે, અને તેમણે “તત્ત્વાર્થ ઉપર વ્યાખ્યા લખી હતી એવી માન્યતા અત્યારે શ્વેતાંબર સંપ્રદાયમાં ચાલતી દેખાય છે. પહેલી માન્યતા કેટલી ભ્રાંત છે એ વિષે ૭પ. જુગલકિશોરજીએ પિતાના “વામી સમંતમ” નામના પુસ્તકમાં ઘટતો ઊહાપોહ કરેલ છે અને બીજી માન્યતાનું બ્રાંતપણું પણ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત ગૂજરાતી “તત્ત્વાર્થ ” વિવેચનના ૭૧ પરિચયમાં સપ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. છતાં અહીં પ્રસ્તુત પ્રશ્નને ઉપગી ડુંક લખવું યોગ્ય જ છે. ગંધહસ્તી એ વૃદ્ધવાદિશિષ્ય સિદ્ધસેન દિવાકર નહિ પણ સિંહસૂરના પ્રશિષ્ય અને ભાસ્વામીના શિષ્ય તત્ત્વાર્થભાષ્યની વૃત્તિના રચયિતા સિદ્ધસેન એ જ છે. આ મુદ્દાની સાબિતીનાં પ્રમાણે ટૂંકમાં આ પ્રમાણે છે.
(૧) જૂના કે નવા કોઈ પણ દિવાકરના જીવનવિષયક પ્રબંધમાં તેમને માટે ગંધહસ્તી વિશેષણ વપરાયેલું નથી જ; ત્યારે દિવાકર વિશેષણ વપરાયેલું છે. દિવાકરની મનાતી કૃતિઓ કે કૃતિમાંના અંશેની સાથે સિદ્ધસેન અગર દિવાકર પદને ઉલ્લેખ ઘણેક સ્થળે મળે છે, ત્યારે એમની કઈ પણ નિશ્ચિત કૃતિ અગર તે કૃતિમાંના અવતરણુ સાથે ગંધહસ્તી પદનો ઉલ્લેખ, અઢારમા સૈકાના ઉપાધ્યાય ૭૨ યશેવિજયજીના ગ્રંથ સિવાય કંઈ પણ પૂર્વવતી ગ્રંથમાં નથી મળતો.
(૨) ઉ૦ યશોવિજયજીથી પૂર્વવતી ગ્રંથમાંના ગંધહસ્તી પદ સાથે મળતાં બધાં જ ૭૩ અવતરણે તસ્વાર્થભાષ્ય ઉપરની ભાસ્વામિ
૭૦. સ્વામી સમંતભદ્ર પૃ૦ ૨૧૪–૨૨૦. ૭૧. ગંધહસ્તી પૃ૦ ૪૪ થી ૫ર અને તે ઉપરનાં ટિપ્પણે. ૭૨. તત્ત્વાર્થને પરિચય પૃ૦ ૪૭, ટિ૦ ૧. ૭૩. તત્વાર્થને પરિચય પૃ૦ ૪૮, ટિ૦ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org