Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળકારને પરિચય જુદાં જ હોય એમ લાગે છે. મનાતી પરંપરા પ્રમાણે વિદ્યાધરી શાખા વિક્રમ પૂર્વે પહેલા સૈકામાં નીકળવાનો સંભવ દેખાય છે અને વિદ્યાધર ગછ વિક્રમના ત્રીજા સૈકા લગભગ ક્યારેક નીકળ્યાને સંભવ દેખાય છે. આમ એ શાખા અને ગ૭ વચ્ચે લગભગ ત્રણસો વર્ષ જેટલું અંતર આવે છે. એમની ઉત્પત્તિ કયા કયા સ્થાનમાં અને કયા કયા કારણથી થઈ એ વિષે તે કશી જ વિશ્વસ્ત માહિતી નથી. આર્યસ્ક દિલ ઉક્ત શાખા અને ગ૭ બેમાંથી શેમાં થયા તે પણ ખાતરીલાયક કહેવા માટે કાંઈ પણ સાધન નથી. છતાં પ્રભાવક ચરિત્રકાર સ્કંદિલને વિદ્યાધરવરઆમ્નાયમાં પાદલિપ્તસૂરિના કુળમાં થયાનું વર્ણન કરે છે. જે એ વર્ણન વજૂદ રાખવા જેવું હોય તે એમ કહેવું પ્રાપ્ત થાય છે કે સ્કંદિલ એ વિદ્યાધરગેપાલથી નીકળેલી વિદ્યાધર શાખામાં થયેલા હોવા જોઈએ. કારણ કે પાદલિપ્તને સંબંધ અને સમય જે જે મનાતો આવે છે, તે વજી સાથે અને બહુ તે વજના શિષ્ય વજસેન સાથે બંધબેસે છે; એટલે પાદલિપ્તના કુળમાં થનાર સ્કંદિલ વસેનના શિષ્ય વિદ્યાધરથી નીકળેલ વિદ્યાધર ગરછમાં થયાનું માનવાને બદલે તેથી પ્રાચીન ચાલી આવતી વિદ્યાધર શાખામાં જ થયાનું માનવું એ સંગત છે. આ વિચારણામાં ભ્રાંતિ ન હોય તે પહેલા મુદ્દાને અંગે કલિત એ થાય છે કે, દિવાકર, વૃદ્ધવાદી અને સ્કંદિલને વિદ્યાધરવરઆમ્નાય એટલે વિદ્યાધર ગેપાલથી નીકળેલી વિદ્યાધર શાખા; નહીં કે વાસેનના શિષ્ય વિદ્યાધરથી નીકળેલ વિદ્યાધર ગ૭, એમ સમજવું.
૨. બીજા મુદ્દાના ત્રણ અંશને ક્રમથી લઈએ. (૪) નંદિસત્રની૪૫ સ્થવિરાવલીમાં અનુગધર સ્કંદિલાચાર્યનું નામ આવે છે. પણ તેમાં ગછ કે શાખા વિષે કશે જ નિર્દેશ નથી. ત્યારે કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં વિદ્યાધરી શાખાનો નિર્દેશ આવે છે પણ તેમાં સ્કંદિલનું ક્યાંય નામ જ નથી. પાદલિપ્તનું નામ તે ઉક્ત બેમાંથી એકે સ્થવિરાવલીમાં
૪૪. નિર્વાણલિકા પ્રસ્તાવના પૃ૦ ૧૬. ૪૫. ગા૦ ૩૩, ૫૦ ૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org