Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળકારનો પરિચય વિક્રમ પૂર્વે બીજા સૈકામાં થયેલા આર્યસુહતીના શિષ્ય અવંતિસુકુમાલની મરણસમાધિમાંથી થયેલી છે અને તે સ્થાનને કુડંગ એટલે પધજાળા વચ્ચે આવેલું હોવાથી કુગેશ્વર પણ કહેલ છે. તે સ્થાન શિપ્રા નદીની નજીક હેવાનું પણ તે ગ્રંથમાં કથન છે.
અત્યારે જે સ્થાન મહાકાળના નામથી પ્રસિદ્ધ છે, તે સિપ્રાને પૂર્વ કિનારે પિશાચમુકતેશ્વર ઘાટ ઉપર આવેલું છે. એક કાળે અવંતિનું મહાકાળ તીર્થ બહુ જ પ્રસિદ્ધ હતું. પરસ્કંદ, મરય અને નારસિંહ પુરાણમાં એનું વર્ણન છે. કવિ કાલીદાસ પિતાના પર્સમેઘદૂત અને પ૪રધુવંશમાં મહાકાળ પ્રાસાદને બહુ જ ભાવનાપૂર્વક નિર્દેશ કરે છે. મુસલમાન સમયમાં સોમનાથની પકે એ તીર્થ ભાંગ્યું પણ પાછું પપમરાઠા સમયમાં સંસ્કાર પામી ઊભું થયું. અત્યારે એ બ્રાહ્મણના અધિકારમાં છે. પણ જેન પરંપરા તેને અસલમાં પિતાનું તીર્થ બતાવે છે. આપણા દેશમાં પહેલેથી એ ચાલતું જ આવ્યું છે કે કોઈ વિશિષ્ટ સ્થળમાં એક ધર્મનું તીર્થ જામે, તે પછી ત્યાં બીજ ધર્મના લેકે પણ પગ જમાવે અને ધીરે ધીરે એ એક જ તીર્થ ઉપર અથવા એ તીર્થસ્થાનની આસપાસ જન બૌદ્ધ શૈવ વૈષ્ણવ આદિ પંથનાં મંદિરે ઊભાં થાય કે ખડકાય. ઘણીવાર તે એ વિરોધી પંથોને એક જ મંદિર ઉપર કબજે બદલાતા રહે. બ્રાહ્મણગ્રંથમાં મહાકાળની મહત્તાનું અને જેનગ્રંથમાં અસલમાં મહાકાળ તીર્થ ન હોવાનું તેમજ પશુઓનસિંગના કથન પ્રમાણે તેના સમયમાં અવંતિમાં બૌદ્ધધર્મની જાહેરજલાલી હોવાનું વર્ણન જોતાં એમ લાગે છે કે, ઉજજેનીનું મહા
૫૧. “psો વૃતાઢનમ્"– અમરકેશ, તૃતીય કાંડ ૦ ૧૭. ૫૨. ગંગીય વિશ્વકેશ “મહાકાળ, ઉજયિની અને અવંતિ” શબ્દ જુઓ. ૫૩. “મેઘદૂત” પૂર્વસંદેશ પ્લે ૩૪. * ૫૪. “રઘુવંશમ્ સર્ગ ૧, શ્લ૦ ૩૪. પપ. જુઓ ટિપ્પણ પર મું. ૫૬. જુઓ ટિપ્પણ પર મું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org