________________
૯૪
સન્મતિ પ્રકરણ પ્રાચીન ગ્રંથને આધારે આચાર્ય હેમચંદ્ર વગેરે જે જે વિદ્વાનોએ આ વિષે લખ્યું છે, તેમણે એમ જ કહ્યું છે કે, કંથારિકાકુડગ સ્થાનની અંદર અવંતિસુકમાલ નામના મુનિનું મૃત્યુ થયું; ત્યારબાદ તેમના પુત્ર તે સ્થાનમાં પિતાની યાદ ખાતર એક દેવળ બંધાવ્યું, જે મહાકાળ નામથી ખ્યાતિ પામ્યું. આમ, જૈન ગ્રંથો પ્રમાણે મહાકાળ તીર્થની ઉત્પત્તિ
અવતિસુકમાલ મુનિનું સ્મારકમંદિર હોવું જોઈએ. પણ આસપાસ સ્મશાનભૂમિ અને નિજન જંગલ હોવાને કારણે જેનોએ તેની ઉપેક્ષા કરી હશે. પછી જીર્ણોદ્ધાર કે બીજા પરિવતન વખતે હિંદુઓએ રમશાનના અધિષ્ઠાતા તરીકે ત્યાં એક લિંગની સ્થાપના કરી હશે. તેને ફરીથી ઉદ્ધાર સિદ્ધસેને વિક્રમાદિત્ય રાજા દ્વારા પાર્શ્વનાથની પ્રતિમા લિંગમાંથી (લિંગને સ્થાને) સ્થપાવીને કર્યો. ત્યાર બાદ પાછું તે મંદિર ફરી હિંદુઓના હાથમાં આવ્યું અને ત્યાં ફરીથી લિંગની સ્થાપના થઈ તથા તેનું કુડગેશ્વરને બદલે પુરાણ-પ્રસિદ્ધ કુટુંબેશ્વર નામ પણ પ્રચારમાં આવ્યું.
પછીના જૈન લેખકોમાં ઉજજેનના પ્રસિદ્ધ મહાકાલ-મંદિરની ઉત્પત્તિ આ કુડગેશ્વરના જૈન મંદિરમાંથી થયેલી બતાવી છે. પરંતુ એ બધા ઉલ્લેખ બહુ પછીના સમયના છે; તથા સિદ્ધસેન અને કાલીદાસ એ બંને જે સમુદ્રગુપ્ત અને તેના પુત્ર ચંદ્રગુપ્ત-રના રાજ્યકાળમાં થયેલા હોય, તે સિદ્ધસેને જેના તાજેતરમાં જનમંદિર તરીકે પુનરુદ્ધાર કરાવ્યો હોય તેમાંથી પાછા થોડા વખત બાદ હિંદુમંદિર તરીકે પલટાયેલા મહાકાલ મંદિરને કાલીદાસ (“મેઘદૂત”૩૫; “રઘુવંશમ્ ૬-૩ર) અતિમાનપૂર્વક ઉલ્લેખ કરે, એ ન બનવા જોગ છે. ઉપરાંત ગુપ્તવંશના રાજાઓ “પરમ ભાગવત” હાઈ પિતાના કુલદેવ જેવા મહાદેવતાના મંદિરને પલટાવીને જનમંદિર બનાવી દે, એમ પણ બનવું અસંભવિત છે. એટલે સિદ્ધસેને જે મંદિરનો જૈન મંદિર તરીકે પુનરુદ્ધાર વિક્રમાદિત્ય દ્વારા કરાવ્યું તે મંદિર મહાકાળી મંદિરથી દૂર આવેલું બીજુ જ મંદિર હોવું જોઈએ. પહેલાં તે જૈન મંદિર હોવાને કારણે સિદ્ધસેનના કહેવાથી રાજાએ ખુશીથી તેને પુનરુદ્ધાર કરાવ્યો હોય, એ બનવાજોગ છે. ઉપરાંત આજે પણ એ બંને મંદિરે જુદાં જ વિદ્યમાન છે, એ ઘટના પણ તે બંને મંદિરે પહેલેથી જ જુદાં હોવાની વાતને પુષ્ટિ આપે છે. * પ૦, પરિશિષ્ટ પર્વ, સર્ગ ૧૧, ઑ૦ ૧૫૧–૧૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org